વાંકાનેરના જજનો પણ સમાવેશ: ટંકારાથી પટેલ સાહેબ વાંકાનેર મુકાયા
મોરબી : ગુજરાત હાઈકોર્ટનાં એકટીંગ ચીફ જસ્ટીસ દ્વારા રાજયનાં અલગ-અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા અલગ-અલગ કેડરનાં ૩૬૫ જજની સામુહિક બદલી કરવામાં આવી છે જેમાં ૮૭ ડિસ્ટ્રીકટ જજ, ૧૧૧ સિનિયર ડિવિઝન સિવીલ જજ અને ૧૬૭ જુનિયર ડિવિઝન સિવિલ જજની બદલીઓ કરાઈ છે.





હાઈકોર્ટનાં એકટીંગ ચીફ જસ્ટીસ દ્વારા ૩૬૫ જજની સામુહિક બદલી કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લામાં ફરજ બજાવતા જજની પણ બદલી કરવામાં આવી છે, આ બદલી હુકમ અન્વયે ટંકારા ખાતે ફરજ બજાવતા શૈલેષકુમાર કાંતિલાલ પટેલને વાંકાનેર પોસ્ટિંગ અપાયું છે. જયારે વાંકાનેર ખાતે ફરજ બજાવતા જજ આત્મદીપ શર્માને પાલનપુર મુકવામાં આવ્યા છે, સાથે જ હળવદ ફરજ બજાવતા ડો.લક્ષ્મી નંદવાણાને અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મુકવામાં આવ્યા છે.