મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા 21 જેટલા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને લોકરક્ષકોની બદલીના ઓર્ડર કર્યા છે. જેમાં એલસીબીના બે તથા એસઓજીના એક કર્મચારીની પણ બદલી કરવામાં આવી છે.
આ બદલીઓમાં વાંકાનેરથી અન્યત્ર અથવા અન્યત્રથી વાંકાનેર આવેલાઓની યાદી નીચે મુજબ છે.
પોલીસ હેડ ક્વાર્ટરના લોકરક્ષક જગદીશભાઈ રંગપરાની વાંકાનેર સીટી, મોરબી સીટી એ ડિવિઝનના એએસઆઈ રાજેન્દ્રસિંહ જાડેજાની વાંકાનેર સીટી, વાંકાનેર સિટીના હેડ કોન્સ. પંકજભાઈ નાગલાની માળિયા, એમટીના કોન્સ. કિશનકુમાર વીજવાડીયાની વાંકાનેર સીટી પોલીસ, વાંકાનેર તાલુકાના એએસઆઈ વનરાજસિંહ બાબરિયાની માળિયા, બદલી કરવામાં આવી છે.