કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મોરબી જિલ્લા કલેકટર અને ડીડીઓની બદલી

કલેકટર તરીકે કિરણ ઝવેરી અને ડીડીઓ તરીકે જે.એસ. પ્રજાપતિ મુકાયા

મોરબી : રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 50 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીની પણ બદલી કરવામાં આવી છે.

લોકસભા ચૂંટણી પૂર્વે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બદલીના ઓર્ડરો કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે ડે. કલેકટરો અને મામલતદારોની બદલીનો ઘાણવો ઉતર્યા બાદ આજે 50 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાને દેવભૂમિ દ્વારકાના કલેકટર તરીકે મુકવામાં આવ્યા છે. તેમની જગ્યાએ મોરબી જિલ્લાના નવા કલેકટર તરીકે અમદાવાદના સ્ટેટ ટેક્સના એડિશનલ કમિશનર કિરણ ઝવેરીને મુકવામાં આવ્યા છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

જ્યારે મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાને ગીર સોમનાથ જિલ્લા કલેકટર તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે તેમની જગ્યાએ નવા જિલ્લા વિકાસ અધિકારી તરીકે વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટીના સીઇઓ જે.એસ.પ્રજાપતિને મુકવામાં આવ્યા છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!