જોડીયા મુકાયા
રાજકોટ: રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજયના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગેના ઓર્ડરો શિક્ષણ વિભાગના નાયબ સચિવ કે.વી. પટેલ દ્વારા ઈશ્યુ કરી દેવામાં આવેલ છે.
જેમાં ધોરાજી ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા કાજલ જાનીની બદલી કરી તેઓને જેતપુર મૂકવામાં આવેલ છે. જયારે પાલીતાણા ખાતે ફરજ બજાવતા ડી.ડી. રામાનુજની જસદણ રાજુલા ખાતે ફરજ બજાવતા હિનાબેન ચાંવની બગસરા બદલી કરવામાં આવી છે…
આવી જ રીતે અંજારના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જી.જે. અઘેરાની ગારીયાધાર વેરાવળના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એચ.આર. હડીયાની ગાંધીનગર તળાજાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી માધવસિંહ પરમારની ઉમરેઠ (આણંદ) સાવરકુંડલાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડાંગરની રાજકોટ અને
મોરબીના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ ગરચરની જોડીયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. આમ રાજયના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની આંતરીક બદલીના હુકમો કરવામાં આવેલ છે…