બી. વી. પટેલની નિમણૂક
વાંકાનેર: મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા જીલ્લામાં ફરજ બજાવતા છ પોલીસ ઇન્સ્પેકટરની આંતરીક બદલી કરવામાં આવી છે, જેમાં લિવ રિઝર્વમાં રહેલા ત્રણ પીઆઈને પોલીસ મથકોમાં પોસ્ટિંગ અપાયા છે. આ સાથે વાંકાનેર તાલુકા, મોરબી બી ડિવિઝન, માળિયા અને સાયબર ક્રાઇમના પીઆઇ બદલાયા છે….



મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા કરવામાં આવેલ પી.આઇની બદલીઓમાં વાંકાનેર તાલુકા પી.આઇ. ડી. વી. ખરાડીને લિવ રિઝર્વમાં મુકી નવા પીઆઇ તરીકે લિવ રિઝર્વમાં રહેલા બી. વી. પટેલની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે વી. એન. પરમારને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન, કે. કે. દરબારની માળિયા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. જ્યારે માળિયા પીઆઇ આર. સી. ગોહિલને લિવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે. સિટી બી ડિવિઝનના એન. એ. વસાવાને સાયબર ક્રાઈમમાં તેમજ વી.એન.પરમારને પેરોલ ફર્લો સ્ક્વોડની વધારાની કામગીરીથી મુક્તિ આપવામાં આવી છે….
