નવા ટીડીઓ તરીકે રિઝવાનભાઇ કોઢિયાની નિમણૂક
વાંકાનેર: સમગ્ર ગુજરાતમાં ગઈ કાલે રાજ્ય સરકાર દ્વારા 164 ટીડીઓની બદલીનો ધાણવો ઉતારવામાં આવ્યો છે, આ સાથે જ કુલ 19 અધિકારીઓને તાલુકા વિકાસ અધિકારી તરીકે પ્રમોશન અપાયું છે. પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના આદેશથી રાજ્યભરના 164 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા ગઈ કાલે તાલુકા વિકાસ અધિકારીઓની સામુહિક બદલીના આદેશમાં વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા ધીરાભાઇ કાનજીભાઇ પરમારની બદલી કરી તેમને નડીયાદ નિમણૂક આપવામાં આવી છે, જ્યારે વાંકાનેરના નવા તાલુકા વિકાસ અધિકારી તરીકે માળીયાથી રિઝવાનભાઇ અબ્બાસભાઇ કોઢિયાની નિમણૂક કરવામાં આવી છે…….