કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ચીફ ઓફિસરની બદલી: ધવલ વેકરીયા નવા ચીફ ઓફિસર

બદલીઓ: મોરબી જિલ્લામાં 4 તલાટીની નિમણૂક

એક ના. મામલતદાર અને મહેસુલી તલાટીની જિલ્લા બહાર બદલી

મોરબી: ગઈ કાલે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના 145 નાયબ મામલતદારોની સામૂહિક જિલ્લા ફેર બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ, સુરત, અમરેલી, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ સહિતના અનેક જિલ્લાઓના નાયબ મામલતદારોની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે.

આ બદલીમાં મોરબી મામલતદાર કચેરી ખાતે ચૂંટણી શાખામાં ફરજ બજાવતા વાય.પી. ગોસ્વામીની રાજકોટ જિલ્લામાં બદલી કરવામાં આવી છે. આ સાથે રાજ્યના 207 મહેસૂલી તલાટીઓની સ્વ-વિનંતીથી જિલ્લા ફેરબદલીના આદેશ જાહેર કરાયા છે. જેમાં મોરબી જિલ્લામાં ફરજ બજાવતા પી. એન. દેસાઈની બનાસકાંઠા જિલ્લામાં બદલી કરવામાં આવી છે. જ્યારે ધાર્મિક અંબાલિયા જૂનાગઢથી મોરબી, આશિષ ડાંગર ડાંગથી મોરબી, હરેશ શેરશિયા જામનગરથી મોરબી અને એફ.એમ. ખોરજીયા ડાંગથી મોરબી બદલી થઈ આવ્યા છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!