કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ડેપ્યુટી કલેકટર/ મામલતદારની બદલીઓ કરવામાં આવી

મિલપ્લોટમા વરલીભક્ત ઝડપાયો

વાંકાનેર: ગુજરાત વહીવટી સેવા વર્ગ- 1 ના 79 અધિકારીઓની ગઇકાલે બદલી કરવામાં આવી છે અને વર્ગ- 2 ના 44 અધિકારીઓને વર્ગ -1ના અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં વાંકાનેર પ્રાંત અધિકારી (ડેપ્યુટી કલેકટર) તેમજ વાંકાનેર મામલતદારની પણ અન્ય જગ્યાએ બદલી કરવામાં આવી છે, જે બંને જગ્યાએ સરકાર દ્વારા નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.…

વાંકાનેર પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા સિદ્ધાર્થ ગઢવીની બદલી કરી તેમની ડી.સી., સ્ટેમ્પ ડયુટી-જુનાગઢ મુકવામાં આવ્યાં છે, જ્યારે તેમની જગ્યાએ વાંકાનેર પ્રાંત અધિકારી તરીકે ડો. વિપુલકુમાર સાકરીયાની નવી નિમણુંક કરવામાં આવી છે…

આ સાથે જ વાંકાનેર મામલતદાર તરીકે ફરજ બજાવતા ઉત્તમ કાનાણીની કલોલ(રૂલર), જી. ગાંધીનગર મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે, જ્યારે તેમની જગ્યાએ વાંકાનેર મામલતદાર તરીકે માળીયાથી ખેંગારકુમાર વી. સાનીયાની નિમણૂક કરવામાં આવી છે….

મિલપ્લોટમા વરલીભક્ત ઝડપાયો
વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના મિલપ્લોટ વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી અસરફ દાઉદભાઈ પીપરવાડિયાને રોકડા રૂપિયા 360 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ એકટ મુજબ કાર્યવાહી કરી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!