રંગપરનો શખ્સ આરોપી
વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસેનો બનાવ
વાંકાનેર: અગાઉ ટ્રાવેલ્સ ગાડીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હોય અને બાદમાં નોકરી મુકી અન્ય જગ્યાએ બસ ચલાવતા હોય જે વાતનો ખાર રાખી પેસેન્જર બસ લઇને અમદાવાદથી રાજકોટ જતા હોય ત્યારે વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે કુલ ચાર જણા સ્વીફટ ફોરવ્હિલ ગાડીમાં આવી બસમાંથી જાલીને નીચે ઉતારી લોખંડના પાઇપ તથા લાકડાના ધોકાથી માર મારવાની ફરિયાદ નોંધાઈ છે…


જાણવા મળ્યા મુજબ કોઠારીયા રોડ ખોડલધામ સોસાયટી રાજકોટ રહેતા હરેશભાઇ જગુભાઈ ડાભી (ઉ.વ.૪૦) ફરીયાદમાં લખાવેલ છે કે હુ કૃષ્ણમ ટ્રાવેલ્સમા ડ્રાઇવીંગ કરું છું, ગઇ તા.૦૭/૧૨/૨૦૨૫ ના રોજ હું તથા મારા શેઠ વિશાલભાઈ કાઠી અમારી કિષ્ણમ ટ્રેવેલ્સની બસ રજી નંબર.GJ-25-U-7037 વાળીમાં પેસેન્જર ભરી અમદાવાદથી રાજકોટ આવવા નીકળેલ હોય રાત્રીના સાડા અગ્યારેક વાગ્યાના અરસામાં વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે પહોંચેલ, 


હું બોનેટ ઉપર બેસેલ હોય આ વખતે એક સ્વીફટ ફોરવ્હિલ ગાડી અમારી આગળ થઇ હોર્ન મારી બસની આગળ આડી ઉભી રાખેલ, ફોરવ્હિલ ગાડીમાંથી લાખાભાઈ રહે. રંગપર વાળા તથા તેની સાથે બીજા ત્રણ ઇસમો ઉતરેલ લાખાભાઈ બસમા ચડી ગયેલ અને મને જાલીને બસમાંથી નીચે ઉતારેલ અને લાખાભાઇએ લોખંડનો પાઇપ મારેલ અને બીજા બે અજાણ્યા ઇસમોએ લાકડાના ધોકા વતી આડેધડ માર મારવા લાગેલ તેમજ એક અજાણ્યો ઇસમ મને ઢીકાપાટુનો માર મારવા લાગેલ, આજુબાજુના ટોલનાકાના માણસો ભેગા થઇ જતા મને છોડાવેલ અને 


લાખાભાઈએ કહેલ કે ‘હવે પછી આ બસમાં ડ્રાઇવર તરીકે ચડીશ તો જાનથી મારી નાખીશ’ પછી ગાડી લઈને નીકળી ગયેલ હતા. બાદ ૧૧૨ પોલીસની ગાડી આવી ગયેલ મને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયેલ. મને જમણા હાથમા કાંડામાં મુંઢ ઇજા થયેલ ડોકટરે ગરમ પાટો બાંધી દીધેલ પોલીસ ખાતાએ ગુન્હો BNSBNS કલમ-૧૧૫(૨), ૧૨૬(૨),૩૫૧ (૩),૫૪૫૪ તથા જીપી. એક્ટ કલમ-૧૩૫ અને એકાબીજાએ મદદગારી કરી મહે. કલેક્ટરશ્રી મોરબી જીલ્લા નાઓના હથીયારબંધી જાહેરનામાનો ભંગ અંગેનો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…
