રૂ. ૧૦,૪૩,૬૦૬ ની ટિકિટનો અંગત આર્થિક લાભ લઇ છેતરપીંડી આચર્યાની ફરિયાદ
વાંકાનેર: ઢુવા પાસે આવેલ વરમોરા ગ્રેનીટો પ્રાઇવેટ લીમીટેડ કંપની તથા કોન્ફી સેનેટરી પ્રા.લી. કંપની તથા નેક્ષટાઇલ માબોંસીસ પ્રા.લી. કંપનીના વેપાર ધંધા સારૂ આવતા જતા તમામ કર્મચારી તથા વેપારી તથા મેન્જમેન્ટ વિભાગ માટે હોટલ ટ્રાવેલ્સ ટીકીટ બુકીંગની જવાબદારી સંભાળતા શખ્સ સામે વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ થઇ છે.
જાણવા મળ્યા મુજબ વિશ્વનગર-ર મવડી વિસ્તાર માલવીયા પોલીસ સ્ટેશન પાછળ રાજકોટ રહેતા અને ઓગષ્ટ-૨૦૨૨ થી વાંકાનેર તાલુકાના ઢુવા પાસે આવેલ વરમોરા ગ્રેનીટો પ્રાઇવેટ લીમીટેડ ટાઈલ્સ કંપનીમાં ઓથોરાઈઝડ પર્સન તરીકે લીગલ વિભાગની કામગીરી સંભાળતા મુકુંદભાઈ તુલશીભાઈ સંચાણીયા જાતે કુંભાર (ઉ.વ.૪૩) વાળાએ વરમોરા ગ્રેનીટો પ્રા.લી. કંપનીમાં એડમીન એક્ઝીક્યુટીવ
તરીકે નોકરી કરતા અવિનાશ અશોકભાઈ વાઘેલા (ઉ.વ.૨૯) રહે. ડુંગરપુર, સરદારનગર નવા પાતાપુર તા.જી.જુનાગઢ વાળા ઉપર ફરિયાદ કરી છે કે આરોપી કંપનીમાં એડમીન એક્ઝીક્યુટીવ તરીકે ફરજ બજાવતા હોઈ અને કંપનીએ આરોપી પર વિશ્વાસ મુકી હોટલ ટ્રાવેલ્સ બુકીંગ કરવા માટે અગત્યની જવાબદારી સોંપેલ હોઈ અને કંપની દ્વારા મેક માય ટ્રીપ ઓનલાઇન ટ્રાવેલ્સ નામની વેબસાઈટ
એપ્લીકેશનમાં વરમોરા કંપનીનું એકાઉન્ટ બનાવી તેના યુઝર નેમ પાસવર્ડ એડમીન એક્ઝીકયુટીવ તરીકે આરોપી અવિનાશ વાઘેલા પાસે રહેતા હોઈ જેથી આરોપીએ તા.૧૬ .૦૬ .૨૦૨૩ થી તા.૧૪.૧૧.૨૦૨૩ સુધીના સમય દરમ્યાન કંપનીની મંજુરી વગર અલગ અલગ કુલ ૩૭ હોટલ ટ્રાવેલ ટીકીટ બુકીંગ કરી કી. રૂ. ૧૦,૪૩,૬૦૬ ની રકમની ચુકવણી મેક માય ટ્રીપના વરમોરા કંપનીના વોલેટમાંથી ચુકવતા કંપનીએ
તેમને સોંપેલ અગત્યની ફરજમાં કંપનીનો વિશ્વાસ તોડી પોતાના અંગત આર્થિક લાભ સારૂ કંપનીની મંજુરી સિવાયના હોટલ ટ્રાવેલ્સ ટીકીટ બુકીંગ કરી કંપની સાથે વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી ગુનો કર્યો છે. આરોપીને વાર્ષિક રૂપિયા ત્રણ લાખ પગાર લેખે નિમણુંક અપાઈ હતી. પોલીસ ખાતાએ આઈ.પી.સી. ક. ૪૦૬, ૪૨૦ મુજબ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.