ટંકારા: તાલુકાના સાવડી ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા પરિવારના 18 વર્ષના યુવાનને સાપ કરડી ગયો હતો
જાણવા મળ્યા મુજબ સાવડી ગામે કારાભાઈ રમેશભાઈ પરમાર નામના 18 વર્ષના યુવાનને સાપ કરડી ગયો હતો.જેથી ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જાણ થતા મોરબી એ ડિવિઝન પોલીસના એમ.એચ.વસાણી દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ માટે ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી.