નેસડા (સુ) નજીક વાડીની ઓરડીમાં દારૂ-બીયરનો જથ્થો મળ્યો
ટંકારામાં રહેતા જીલાની રસીદભાઈ સંધિ (22) નામના યુવાને કોઈ કારણોસર પોતે પોતાના ઘરે હતો ત્યારે ત્યાં ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી એ

ડિવિઝન પોલીસની જાણ કરતા વિપુલભાઈ પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી જો કે, આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરી છે.

નેસડા (સુ) નજીક વાડીની ઓરડીમાં દારૂ-બીયરનો જથ્થો મળ્યો
જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાનાં નેસડા (સુરજી) ગામે કેનાલ વાળા રસ્તે આવેલ જગદીશભાઈ રાજકોટિયાની વાડીએ ઓરડીમાં દારૂ બિયરનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી

દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની 38 બોટલો તેમજ બિયરના 42 ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કુલ મળીને 8,000 ની કિંમતના મુદ્દામાલને સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આરોપી કમલસિંહ નગરસિંહ માવી જાતે આદિવાસી (19) રહે. હાલ નેસડા (સુરજી) જગદીશભાઈની વાડીએ ટંકારા મૂળ રહે મધ્યપ્રદેશ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને દારૂ બિયરનો જથ્થો તે કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે
