વાંકાનેર: ગઈ કાલે આપણા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની ઉજવણીના અનુસંધાને વાંકાનેર તાલુકા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ રંગપર પ્રાથમિક શાળામાં ઉજવવામાં આવ્યો હતો.


આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કિશોરભાઈ રાઠોડ સાહેબ, બી આર સી કોઓર્ડીનેટર બાદી સાહેબ, સીઆરસી કોઓર્ડીનેટર મેહુલભાઈ, ઈકબાલભાઈ, દિવ્યેશભાઈ તેમજ વૃક્ષોની વ્યવસ્થા કરનાર જીતુભાઈ ગોસ્વામી મેસરીયા અને મહીકા ક્લસ્ટરમાંથી ઉપસ્થિત રહેલ મહિલા શિક્ષકશ્રીઓ તેમજ રંગપર પ્રાથમિક શાળાનો સ્ટાફ અને એસએમસીના સભ્યો દ્વારા અંદાજે 100 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું….



