2000 કે તેના કરતાં પણ વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું
વાંકાનેર: વિસ્તારમાં આવેલી સ્વનિર્ભર શાળાઓ દ્વારા રેકોર્ડબ્રેક વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં સ્વનિર્ભર શાળા દ્વારા માત્ર એક દિવસમાં આશરે 2000 કે તેના કરતાં પણ વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

જેમાં સંસ્કૃતિ વિદ્યાલય-વાંકાનેર , ધ મોર્ડન સ્કૂલ-વાંકાનેર , ધ મોર્ડન વિદ્યાલય–પીપળીયારાજ, જીનિયસ સ્કૂલ–મહીકા, બ્રિલિયંટ વિદ્યાલય-તીથવા, મદની સ્કૂલ-સિંધાવદર, સંજર સ્કૂલ-વિડિભોજપરા, 

એન્જલ સ્કૂલ, નિર્મલા કોન્વેંટ સ્કૂલ-વાંકાનેર, સહયોગ સ્કૂલ-પંચસિયા, ગરીબ નવાજ સ્કૂલ-પીપળીયારાજ, ધ ફૈઝ બ્રાઈટ સ્કૂલ-લાલપર, મશાયખી સ્કૂલ-પલાંસડી, હકાનીયા સ્કૂલ-ખીજડીયા, પાયોનિયર પ્રાથમિક શાળા-પંચાસીયા, 

K.D.F. કન્યા વિદ્યાલય-પાંચદ્વારકા, મખ્દુમ અશરફ કન્યા વિદ્યાલય-પ્રતાપગઢ, સનલાઈટ સ્કુલ મહિકા, K.G.N. પ્રાથમિક શાળા પાંચદ્વારકા, શારદા વિદ્યાલય વગેરે.. સ્વનિર્ભર શાળાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો…

