વાંકાનેર : આજે વાંકાનેર પંથકમાં ભારે પવન અને વરસાદ આખો દિવસ ચાલુ રહ્યું હતું ત્યારે ઘણી બધી જગ્યાએ ઇલેક્ટ્રીક થાંભલા અને ઝાડ પડયાના સમાચાર મળી રહ્યા છે.


આજે સવારથી જ ભારે પવન અને વરસાદ શરૂ થયો હતો તેમના કારણે વાંકાનેર દાણાપીઠ વિસ્તારમાં એક ઝાડ પડી ગયું હતું જેમને કારણે રસ્તો બંધ થયો હતો. ઝાડને હટાવીને રસ્તો ચાલુ કર્યો હતો.


બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના સતાપર ગામ ખાતે આજે ભારે પવન અને વરસાદના કારણે ખેડૂત જમનાબેન રૂપાભાઇ ધોરીયાના રહેણાંક મકાનની દીવાલ ધરાશયી થઇ હતી, જેમાં સદનશીબે દીવાલ પડતાં સમયે ત્યાં કોઇ હાજર ન હોવાથી કોઇને પણ ઇજાઓ પહોંચી નહોતી.


બાબતે બનાવની જાણ થતાં તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાસાબેન મેર, ગામનાં તલાટી મંત્રી તથા સરપંચ અને ગામ આગેવાનો સ્થળ પર પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો…