કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

યુવા ભાજપ દ્વારા તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો

રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના રાજવી કેસરિદેવસિંહજી ઝાલાએ અધ્યક્ષ સ્થાન સંભાળ્યું

વાંકાનેર: દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્ણાહુતી પ્રસંગે 9થી 19 ઓગસ્ટ દરમિયાન મેરી મીટ્ટી મેરા દેશ અને હર ધર તિરંગા સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

 


દેશની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર ગત વર્ષથી સમગ્ર વર્ષ દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવ યોજાઇ રહ્યો છે. ચાલુ વર્ષે આગામી 15મી ઓગસ્ટે અમૃત મહોત્સવનું સમાપન થઇ રહ્યું છે, જેના ભાગરૂપે મેરી મીટ્ટી મેરા દેશ તેમજ હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાનાર છે. સમગ્ર જિલ્લામાં શહેર, તાલુકા અને જિલ્લા એમ વિવિધ કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

જેના ભાગરૂપે ગઈ કાલે રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના રાજવી કેસરિદેવસિંહજી ઝાલાના અધ્યક્ષ સ્થાને વાંકાનેર શહેર યુવા ભાજપ દ્વારા તિરંગા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શહેર યુવા ભાજપ પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, મહામંત્રી નિતેશ પાટડિયા, ઉપપ્રમુખ ઋષીરાજસિંહ ઝાલા તથા કિશાન મોરચા મંત્રી ક્રિપાલસિંહ ઝાલા તેમજ યુવા મોરચાના કાર્યકર્તા મિત્રો જોડાયા હતા.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

 

Content Copying Forbidden !!

error: Content is protected !!