અંદાજે 350 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે
વાંકાનેર: ચંદ્રપુર હાઇવે સ્થિત સાંસ્કૃતિક વિદ્યાલયના વિદ્યાર્થીઓની આજે સવારે નવ વાગે તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
સાંસ્કૃતિક વિદ્યાલયના આચાર્યશ્રી મુસ્તાક બાદીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે
આઝાદી પર્વની ઉજવણીના ભાગરૂપે શાળા દ્વારા તારીખ: 14-8-2023 સોમવારના નવ કલાકે નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર શાળાના ધો: 6 થી 10 ના અંદાજે 350 જેટલા વિદ્યાર્થીઓની તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રેલી શાળાએથી ચંદ્રપુર અન્ડર પાસથી પસાર થઇ બીજી બાજુ સર્વિસ રોડ પર જકાતનાકા ચોકથી શાળાએ પરત ફરશે. ટ્રાફિક માટે પોલીસ તંત્રને વિનંતી કરાઈ છે.