પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ ટ્રેનોની વિગત સામે આવી છે. મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવેએ વિશેષ ભાડા પર 27 જોડી વિશેષ ટ્રેનોની ટ્રિપ્સ વિસ્તૃત કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ ટ્રેનો પૈકી વાંકાનેરને સ્પર્શતી ત્રણ ટ્રેનોની વિગત નીચે મુજબ છે…

(1) ટ્રેન નંબર 09436/09435 ઓખા-ગાંધીગ્રામ (સાપ્તાહિક) સ્પેશિયલ
ટ્રેન નંબર 09436 ઓખા-ગાંધીગ્રામ સ્પેશિયલ જે અગાઉ 25 ઓગસ્ટ, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 1 સપ્ટેમ્બરથી 1 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09435 ગાંધીગ્રામ-ઓખા સ્પેશિયલ જે અગાઉ 24 ઓગસ્ટ, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 31 ઓગસ્ટથી 30 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

(2) ટ્રેન નંબર 09575/09576 રાજકોટ – મહબૂબનગર (સાપ્તાહિક) સ્પેશિયલ
ટ્રેન નંબર 09575 રાજકોટ – મહબૂબનગર સ્પેશિયલ જે અગાઉ 30 સપ્ટેમ્બર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 7 ઓક્ટોબરથી 30 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09576 જે અગાઉ 1 ઓક્ટોબર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 8 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

(3) ટ્રેન નંબર 09569/09570 રાજકોટ-બરૌની (સાપ્તાહિક) સ્પેશિયલ
ટ્રેન નંબર 09569 રાજકોટ-બરૌની સ્પેશિયલ જે અગાઉ 27 સપ્ટેમ્બર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 4 ઓક્ટોબરથી 27 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09570 બરૌની-રાજકોટ સ્પેશિયલ જે અગાઉ 29 સપ્ટેમ્બર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 6 ઓક્ટોબરથી 29 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે…
ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે…
