ખનીજની ઊડતી ડંમરીઓ અને ટ્રાફિક જામથી હાલાકી
પંચાસર પુલ રીપેર થાય તો જ ટ્રાફિક જામથી છુટકારો મળે
વાંકાનેર: જ્યારથી પંચાસર બાયપાસનો પુલ તૂટ્યો છે, ત્યારથી વાંકાનેર શહેરમાં ભારે ટ્રક અને ડમ્પરીયાની અવર-જવર થઇ રહી છે, સાંકડા રોડથી એક તો પહેલેથી જ લોકો પરેશાન હતા, એમાં આ પરેશાનીથી વધારો થયો છે. સ્કૂલની બસો અને ટ્રક જયારે સામસામા આવે છે, ત્યારે ટ્રાફિક જામ થયા વિના રહેતો નથી. ખનીજ વહન કરતા વાહનોને ખનીજ ઉપર તાલપત્રી ઢાંકવાનો નિયમ છે, જો ન ઢાંકે તો ભારે દંડની કાયદામાં જોગવાઈ છે, પણ વાંકાનેર શહેરમાં પોલીસખાતાના નાક નીચે ભરેલા ખનીજની ડમરીઓ ઉડાડતા તાલપત્રી વિના જ વાહનો પસાર થઇ રહ્યા છે, દુકાનોમાં ખનીજ રજી ઊડતી જાય છે, છીંકો આવે છે- પરેશાનીનો પાર નથી…

પંચાસરનો પુલ જુલાઈના છેલ્લા અઠવાડિયામાં તૂટ્યો હતો, જાણવા મળ્યા મુજબ વાંકાનેર બાયપાસ રોડનું રર८.८७ લાખનું ઓનલાઈન ટેન્ડર બહાર પડયું હતું, જે ટેન્ડર તા. ૨૧/૦૮/૨૦૨૪ના ખોલવામાં આવેલ અને 1 મહિનામાં કામ પૂરું કરવાનું હતું, ત્રણ મહિના વીતવા છતાં હજી પુલ ખુલ્લો મુકાયો નથી, પરિણામે વાંકાનેરની પ્રજાને ટ્રાફિક જામ અને ઊડતી ડંમરીઓનો ભોગ બનવું પડી રહ્યું છે.

વાંકાનેર ધારાસભ્ય સોમાણીએ વિલંબથી થતા કામો અંગે જિલ્લા પંચાયતની સાધારણ સભામાં બઘડાટી બોલાવી હતી, નીંભર તંત્રને જગાડ્યું હતું, એવી જ બઘડાટી પંચાસરના પુલનું રીપેરીંગ વહેલી તકે પૂરું થાય, એ માટે પણ બોલાવવાની જરૂર છે…
