કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ટંકારા પાસે એમ્બ્યુલન્સ સાથે ટ્રકનો અકસ્માત

અમરાપરના બે શખ્સો પર પોલીસ ફરિયાદ

ટંકારા: અહીં રોડ પર એક ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા એમ્બ્યુલન્સ સાથે અકસ્માત થયો છે.

આ અંગે જાણવા મળ્યા મુજબ મોરબી મકરાણીવાસમાં રહેતા અને સિવીલ હોસ્પીટલની એમ્બ્યુલન્સમાં ડ્રાઇવર તરીકે કોટ્રોક બેઇઝ ઉપર નોકરી કરતા શરીફભાઇ ઉષ્માનભાઈ સોલંકી જાતે. સિપાઇ (ઉ.વ.૩૪) વાળાએ ટ્રક રજીસ્ટર નંબર જી જે ૧૧ ટી ટી ૯૭૮૬ પુર ઝડપે અને

ગફલત ભરી રીતે ચલાવી એમ્બ્યુલન્સ રજીસ્ટર નંબર જી જે ૧૮ જી ૪૬૯૭ વાળીની સાઇડ કાપી આગળ જઇ ઓચિતી કોઇ પણ સિગ્નલ આપ્યા વગર બ્રેક મારી દેતા ફરીયાદીએ બ્રેક મારવા છતા ટ્રક પાછળ ભટકાઇ જતા એમ્બ્યુલન્સનુ સ્ટેરીંગ ફરીયાદીને પેટના ભાગે વાગતા

પેટના અંદરના ભાગે ઇન્ટરનલ ઇજા થઇ છે. આ અંગે પોલીસ ખાતાએ બી એન એસ કલમ ૨૮૧ ૧૨૫ તથા એમ વી એક્ટ ૧૭૭ ૧૮૪ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…

અમરાપરના બે શખ્સો પર પોલીસ ફરિયાદ
અમરાપરના અખ્તરભાઈ કરીમભાઇ રતનીયા (ઉ.વ. 25) વાળા પર પોતાનાં હવાલાવાળી સી.એન.જી. રીક્ષા જેના ૨ જી નં. GJ 36 W 0086 વાળી રોડ ઉપર ટ્રાફીકને અડચણરૂપ રાખી તેમજ ભયંકર અકસ્માત સર્જાય તે રીતે ઉભી રાખી મળી આવતા બી.એન.એસ. કલમ ૨૮૫ મુજબ ગુન્હો નોંધાયો છે…
બીજો ગુન્હો પ્રકાશભાઈ રમેશભાઈ ચાવડા (ઉ.વ. 20) વાળા પર જાહેરમા ગેરકાયદેસર પાસપરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી પીધેલ હાલતમાં મળી આવતા પ્રોહી એકટ કલમ ૬૬ ૧ બી મુજબ ગુન્હો દાખલ થયો છે…

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

 

Content Copying Forbidden !!

error: Content is protected !!