ભીમગુડાના બાળકને અકસ્માતમાં ઇજા: સારવારમાં
વાંકાનેર: મહીકા ગામ નજીક હાઇવે પર પસાર થતા ટ્રકમાં અચાનક પાછળના વ્હીલમાં આગ લાગતા સમગ્ર ટ્રક આગની લપેટમાં આવી ગયો હતો, જાણ થતા જ તાત્કાલિક વાંકાનેરથી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી જઈ આગ ઉપર કાબુ મેળવ્યો હતો, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની કે ઇજાની ઘટના ટળી હતી..


મળેલ જાણકારી મુજબ આજરોજ સોમવારે બપોરના સમયે મોરબીથી અમદાવાદ તરફ જતાં એક સેનેટરીવેર ભરેલા ફુલી લોડેડ ટ્રક નં. GJ 36 T 0846 વાંકાનેરના મહીકા ગામ નજીકથી પસાર થતો હોય, દરમ્યાન અચાનક ટ્રકમાં પાછળના વ્હીલમાં આગ લાગતા સમગ્ર ટ્રક આગની લપેટમાં આવી ગયો હતો, જેમાં બનાવની જાણ થતા જ તાત્કાલિક વાકાનેરથી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી જઈ આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો, દરમ્યાન સમગ્ર ટ્રક આગમાં બળીને ખાત થઈ ગયો હતો પરંતુ સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની કે ઇજાની ઘટના ટળી હતી…..
ભીમગુડાના બાળકને અકસ્માતમાં ઇજા: સારવારમાં
વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે રહેતા એક કુટુંબનો છના રાજેશભાઈ વિંજવાડીયા નામનો સાત વર્ષનો બાળક બાઈક સ્લીપ થતા પડી જતા સારવાર માટે મોરબી લઇ જવામાં આવ્યો હતો…
