ચાલક ટ્રક ટ્રેઇલર લઈને ભાગી ગયો
વાંકાનેર: બાઉન્ડરી પાસે લાંબા ટ્રક ટ્રેઇલરના ચાલક ડ્રાઇવરે ટ્રેઇલરમાં લોખંડનો સામાન ઇંગલો ભરી ચલાવી નિકળતા મોટર સાયકલની સાઇડ કાપવા જતા ટ્રકમાં ભરેલ સામાનની લોખંડની બહાર નિકળેલ ઇંગલ સાથે ભટકાઈ જતા એક્સીડન્ટ કરી ગંભીર ઇજાઓ કરી નાસી ગયેલ છે અને ઈજાગ્રસ્તનું સારવાર દરમ્યાન મરણ નીપજેલ છે…
જાણવા મળ્યા મુજબ ચોટીલા તાલુકાના મોટી મોલડીના રહીશ વિપુલકુમાર વીરજીભાઈ મેઘાણી (ઉ.વ.૩૪) એ ફરીયાદ કરેલ છે કે ગઇ તા.૦૬/૦૪/૨૦૨૫ ના રાત્રીના આશરે આઠેક વાગ્યાના અરસામાં દુકાન સામે હાઇવે રોડ ઉપર એક્સીડન્ટ થયેલનો અવાજ આવતા હુ તુરત જ હાઇવે રોડ ઉપર ગયેલ અને જોયુ તો એક મોટર સાયકલ વાળાનુ એક્સીડન્ટ થયેલ હતુ તથા થોડે આગળ ટોલનાકા બાજુ દેવાબાપાની
જગ્યા પાસે એક લાંબુ ટ્રક ટ્રેઇલર ઉભુ હતુ જેના રજી.નં. એમ.એચ.-૪૬ એ.એફ.-૯૦૫૦ વાળા હતા. મારો મીત્ર વીજયભાઇ પણ ત્યાં આવી ગયેલ અને વિજયભાઇએ મને કહેલ કે આ પ્રકાશભાઇ મોટર સાયકલ સાથે આ લાંબા ટ્રક ટ્રેઇલરની સાઇડ કાપવા જતા ટ્રક ટ્રેઇલરમાં પાછળ ભરેલ સામાનની બહાર નિકળી ગયેલ લોખંડની ઇંગલ સાથે માથુ ભટકાઈ જતા આ એક્સડન્ટ થયેલ છે, આ ટ્રક ટ્રેઇલર વાળો
પોતાના હવાલા વાળુ ટ્રક ટ્રેઇલર લઈને ભાગી ગયેલ હતો. મારા કુટુમ્બી ભાઇ શૈલેષભાઈ નાથાભાઇનુ સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નં.જી.જે.-૧૩. બી.એચ .-૧૫૪૯ વાળુ હતુ. મે તથા વીજયભાઈએ પ્રકાશભાઈને બેભાન હાલતમાં રોડની સાઇડમાં લીધેલ અને થોડીવારમાં મારા ભાઇ સંજયભાઇ ઇકો કાર લઇને આવી જતા હુ તથા મારા ભાઈ સંજયભાઈ તથા અરવીંદભાઇએ એમ આ પ્રકાશભાઇ ને સારવાર માટે રાજકોટ સરકારી દવાખાને લઇ ગયેલ હતા જ્યાં બેભાન હાલતમાં સારવારમાં દાખલ કરેલ અને સારવા૨ દરમ્યાન તા.૦૭/૦૪/૨૦૨૫ ના અવસાન પામેલ છે, પોલીસખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…