માથક: ભેંસ આડી આવતાં ચાલકે રિક્ષાનો જોરદાર બ્રેક મારતાં ઈજાગ્રસ્ત મહિલાનું મોત
મોરબી નેશનલ હાઈવે પર માટીનો ઢગલો ઠાલવી નાસી ગયેલ ટ્રક ચાલકને ટ્રાફિક પોલીસની ટીમે ઝડપી લઈને કાયદાનું ભાન કરાવ્યું હતુંમોરબી જીલ્લા ટ્રાફિક પોલીસની ટીમ ટ્રાફિક નિયમન કામગીરીમાં કાર્યરત હતી દરમિયાન લાલપર નજીક રોડ પર માટીનો ઢગલો ઠાલવી ગયાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો જેથી વિડીયોને આધારે તપાસ ચલાવી હતી જે માટીનો ઢગલો ઠાલવી જનાર વાહન ટ્રક જીજે ૧૩ એએક્સ ૪૫૯૩ હોવાનું જાણવા મળ્યું હતું જેથી ટ્રક ચાલક
હમીર સુખાભાઈ મકવાણા (ઉ.વ.31) રહે મોળથળા તા. થાનગઢ વાળાને ઝડપી લઈને પૂછપરછ કરતા ગુનાની કબુલાત આપી હતી જેથી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે જે કામગીરીમાં ટ્રાફિક પોલીસ ઇન્સ્પેકટર એચ વી ઘેલા, જે ડી મિયાત્રા, હસમુખભાઈ, મહેશકુમાર ગઢવી સહિતની ટીમ જોડાયેલ હતીજાણવા મળ્યા મુજબ માથક ગામે રહેતાં નાનીબેન બાબુભાઇ ભોરાણીયા (ઉ.વ.૫૫) બે દિવસ પહેલા સવારે પોતાની બે પૌત્રી સાથે મોરબી ખાતે લગ્નપ્રસંગમાં હાજરી આપવા માથકથી રિક્ષામાં બેસી રવાના થયા ત્યારે રસ્તામાં માથક નજીક ચંપા કુવા રોડ પર ઓચીંતી ભેંસ આડી આવતાં ચાલકે રિક્ષાનો જોરદાર કાવો મારી બ્રેક મારતાં નાનીબેન રિક્ષામાંથી ફેંકાઇ જતાં ઇજા થતાં હળવદ, મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ રાતે તેમનું મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર નાનીબેનને સંતાનમાં બે પુત્રી અને ત્રણ પુત્ર છે. પતિ ખેત મજુરી કરે છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ હુદડે હળવદ પોલીસને જાણ કરી હતી.