ટ્રક ચાલકનું મૃત્યુ
વાંકાનેર : વાંકાનેર – ચોટીલા હાઇવે ઉપર પુરપાટ ઝડપે ટ્રક ચલાવી ટેન્કર સાથે અકસ્માત સર્જ્યો બાદ ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં બિહારના વતની ટ્રક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું…
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર – ચોટીલા હાઇવે ઉપર એનએલ – 01 – એડી – 1849 નંબરના ટ્રક ચાલક રાજીવકુમાર ગીરીશકુમાર યાદવે પોતાનો ટ્રક પુરપાટ ઝડપે હંકારી આગળ જતાં જીજે -39 – ટી – 4815 નંબરના ટેન્કર પાછળ અથડાવી અકસ્માત સર્જ્યો હતો. બાદમાં ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર સાથે અથડાતા ટ્રક ચાલક રાજીવકુમારનું ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે ટેન્કર ચાલક અર્જુનકુમાર રાધેશ્યામ પટેલ રહે. ઉત્તરપ્રદેશ વાળાની ફરિયાદને આધારે વાંકાનેર પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો હતો…