કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ટ્રાન્સપોર્ટરના બાઈક ઉપર ટ્રક ચડાવી દીધો

આઠ વર્ષની માસૂમ બાળકીનું પિતાની નજર સામે જ મૃત્યુ

વાંકાનેરના ટ્રાન્સપોર્ટના ધંધાર્થી પુત્ર સાથે મોરબીના ખરેડા ગામે અંબાજી માતાજીના દર્શન કરીને પરત આવતા હતા ત્યારે ઉંચી – નીચી માંડલ પાસે ટ્રક ચાલકે બાઈક ઉપર ટ્રક ચડાવી દેતા બાઈક પાછળ બેઠેલી આઠ વર્ષની માસૂમ બાળકીનું પિતાની નજર સામે જ મૃત્યુ નીપજ્યું હતું.

અકસ્માતની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર ભાટિયા સોસાયટીમાં આવેલ જલારામ નગરમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા હસમુખભાઈ કાંતિલાલ કાથરાણી તેમની આઠ વર્ષની પુત્રી ધ્યાની સાથે મોરબી તાલુકાના ખરેડા ગામે આવેલ અંબાજી માતાના દર્શન કરવા ગયા બાદ પરત આવતા હતા ત્યારે હાલમાં હળવદ રોડનું કામ ચાલુ હોય નવા રોડ નો કટકો પૂરો થતાં ઉંચી – નીચી માંડલ પાસે બાઈક ધીમું પાડતા પાછળ આવેલા એમએચ – 40 – CD – 9892 નંબરના ટ્રક ચાલકે બાઈક ઉપર ટ્રક ચડાવી દેતા આગળના વ્હીલ નીચે આવી જતા માસૂમ ધ્યાનીનું પિતાની નજર સામે જ મૃત્યુ નીપજ્યું હતું.

આ ગંભીર અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ટ્રેઇલરનો ચાલક ટ્રક રેઢો મૂકી નાસી ગયો હતો. અકસ્માતમાં ઇજા પામેલા હસમુખભાઈ કાંતિલાલ કાથરાણીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ટ્રેઇલરના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

વાંકાનેરમાં હાઇવે પર બાઇક ચાલક ઈજાગ્રસ્ત
આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ બાઉન્ડ્રીથી વાંકાનેર શહેર તરફ નેશનલ હાઇવે પર આજે સાંજના સમયે બાઇક લઇને પસાર થતાં પરજેશ (રહે. અમરનાથ સોસાયટી, વાંકાનેર) નામના બાઈક ચાલકને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે…

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!