કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કૌભાંડોમાં ભીનું સંકેલી લેવાનો પ્રયાસ !

આર.ટી.ઈ.માં ડ્રોપ આઉટ બાદના હિસાબનું શું? વાંકાનેર શિક્ષણ શાખાના કૌભાંડોની તપાસ ક્યારે થશે?
વર્ષના અંતે વિદ્યાર્થીઓ શાળા છોડીને અન્ય શાળામાં જતા રહે, ત્યારે પૂરેપૂરા વિદ્યાર્થીઓના રૂપિયા દશ હજાર અને સ્ટેશનરી યુનિફોર્મના ત્રણ હજાર લેખે જમા કરે અને બાકીના વધારાના રૂપિયાની રોકડી કરી લેવામાં આવી હોવાની ચર્ચા

વાંકાનેરના શિક્ષણ જગતમાં વર્ષ 2017 થી 2020 સુધીમાં ભ્રષ્ટાચાર કરીને આર.ટી.ઈ. અંતર્ગત ખાનગી શાળામાં જે ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યા છે, તેની ફીમાં પણ ગોલમાલ કરવામાં આવી છે અને વાંકાનેર તાલુકામાં અગાઉ જ્યારે શિષ્યવૃત્તિ કૌભાંડ સામે આવ્યું હતુ; ત્યારે માત્ર એક શિક્ષકની બદલી કરીને ભીનું સંકેલી લેવાયું હતું. છેલ્લા ઘણા દિવસોથી વાંકાનેર તાલુકાનાં એક પછી એક કૌભાંડ સામે આવી રહ્યા છે, તો પણ અધિકારી કે પદાધિકારીએ કેમ આળસ ખખેરીને કોઈ આકરા અને નમૂનારૂપ કરી શકાય તેવા પગલાં નથી લેતા તે તપાસનો વિષય છે.

વાંકાનેરના શિક્ષણ જગતમાં થયેલા ભ્રષ્ટાચારની ચારે બાજુ ચર્ચા ચાલી રહી છે ત્યારે વધુ એક ભ્રષ્ટાચારની વિગત સામે આવી છે અને વાંકાનેર તાલુકામાં રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ગરીબ વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે, તેમાં સરકારના નિયમ મુજબ વિદ્યાર્થી દીઠ 10 હજાર અથવા જે તે શાળાની એફ.આર.સી. મુજબ મંજુર કરેલ હોય એ; ફી પૈકી બે માંથી ઓછી હોયએ ફી અને વિદ્યાર્થી દીઠ સ્ટેશનરી યુનિફોર્મની રૂપિયા 3 હજાર રકમ સરકાર દ્વારા શાળાઓને ચૂકવવામાં આવે છે. આ ગરીબ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની ફી માં પણ ગોલમાલ કરવામાં આવી છે અને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. વર્ષની શરૂઆતમાં કોઈ એક શાળામાં ત્રીસ વિદ્યાર્થીઓએ આરટીઈ મુજબ પ્રવેશ લીધો હોય અને વર્ષના અંતે પાંચ છ વિદ્યાર્થીઓ શાળા છોડીને અન્ય શાળામાં જતા રહેતા હોય છે, ત્યારે આ લોકો પૂરેપૂરા ત્રીસ વિદ્યાર્થીઓના રૂપિયા દશ હજાર અને સ્ટેશનરી યુનિફોર્મના ત્રણ હજાર લેખે જમા કરે અને બાકીના વધારાના રૂપિયાની રોકડી કરી લેવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે;

એવી જ રીતે કોઈ એક શાળાની એફ.આર.સી. મુજબ 7500 થી 8000 ફી મંજુર થયેલ છે, તો પણ ભ્રષ્ટાચાર કરીને વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ દશ હજાર જમા કરી બાકીના ઉપરના રૂપિયા રોકડા કે ચેકથી લઈ લીધા હોવાનું ચર્ચાઇ રહ્યું છે, ત્યારે શિષ્યવૃતિ અને આ બધા કૌભાંડ વર્ષ-2019 માં પહેલા બહાર આવ્યા હતા, જે તે વખતે તપાસ કમિટી પણ નીમવામાં આવી હતી.

વાહન પકડાવવા બાબતમાં રાજાવડલાના શખા પર હુમલો

જો કે, ત્યારે મોરબી જીલ્લામાં ડીપીઇઓ તરીકે જે આધિકારી હતા, તેની પણ આ ભ્રષ્ટાચારના ભૂંડી ભૂમિકા હોવાનું ચર્ચાઇ રહ્યું છે અને એટલા જ માટે ત્યારે અરવિંદ પરમાર નામના શિક્ષકને ઝીંઝુડા શાળા મોરબી બદલી કરીને ભ્રષ્ટાચારની ફરિયાદમાં ભીનું સંકેલી લીધું હતું. આ ભ્રષ્ટાચારની હાલમાં છેલ્લા ત્રણ મહિનાથી તપાસ ચાલી રહી છે, છતાં હજુ સુધી ભ્રષ્ટાચારીઓની સામે કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને જેની અધિકારી તેમજ કર્મચારીઓની સહી આ કૌભાંડોમાં મહત્વની છે, તેની સામે જિલ્લા પંચાયતના અધિકારી કે પદાધિકારીઓ દ્વારા કેમ કોઈ પગલાં લેવામાં આવી રહ્યા નથી તે સૌથી મોટો સવાલ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!