કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

મંગળવારે માસ મેગા ડીસ કનેક્સન ડ્રાઇવ

મંગળવારે માસ મેગા ડીસ કનેક્સન ડ્રાઇવ

આજે બીલ ભરવાની ઓફીસની બારી ખુલી છે

સોમવાર સુધીમાં બીલ ભરવા પીજીવીસીએલની અપીલ

વાંકાનેર: નાયબ ઇજનેર, ગ્રામ્ય પેટા વિભાગ-૧ પી.જી.વી.સી.એલ,વાંકાનેરની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે તારીખ-૧૭.૦૩.૨૦૨૬ (મંગળવાર) ના રોજ મોરબી સર્કલ હેઠળ આવતા વાંકાનેર ગ્રામ્ય-૧ માં માસ મેગા ડીસ કનેક્સન ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ છે જે દીવસે નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવશે….
તારીખ-૧૭.૦૩.૨૦૨૬ (મંગળવાર) ના રોજ જે ગ્રાહકો દ્રારા પોતાનું બીલ ભરેલ નથી તેવા ગ્રાહકોના વિજ જોડાણ કાપવા માટે મોરબી સર્કલ હેઠળ આવેલ અલગ અલગ પેટા વિભાગીય કચેરી તરફથી ગાડી સાથે ઘણી ટીમો આવશે.
તારીખ-૧૭.૦૩.૨૦૨૬ (મંગળવાર) ના રોજ તે તમામ ટીમો કોઇ ગ્રાહકના રૂપીયા સ્વિકારશે નહી માત્ર બાકી રકમ ધરાવતા ગ્રાહકના કનેકશન કાપશે.
કોઇ પણ રકમ બાકી હોય જેમકે ૫૦૦ રૂપીયા પણ બાકી હશે તો કનેક્સન કાપવા પાત્ર થશે, જ્યારે કનેક્શન કાપવા સમયે ગ્રાહક રૂપીયા ભરવા સહમત હશે તો પણ રૂપીયા સ્વિકારવામાં નહી આવે જેની ખાસ નોંધ લેશો.
મોટી રકમ ધરાવતા દરેક ગ્રાહકોના લીસ્ટ તારીખ-૧૫.૦૩.૨૦૨૬ (રવિવાર) સુધીમાં જે તે ગામના ગ્રામ પંચાયત ઓફીસે ચોટાંડવામાં આવશે.
* તારીખ-૧૫.૦૩.૨૦૨૬ (રવિવાર) અને ૧૬.૦૩.૨૦૨૬ (સોમવાર) બીલ ભરવાની ઓફીસની બારી ખુલી રહેશે એટલે જે ગ્રાહકો બીલ ભરવા માંગતા હોય તે આ બે દિવસ બીલ ભરી શકે છે.
* તારીખ-૧૭.૦૩.૨૦૨૬ (મંગળવાર) ના રોજ મેગા ડીસ કનેક્સન ડ્રાઇવ છે જે દિવસે કોઇના રૂપીયા સ્થળ સ્વિકારવામાં નહી આવે એટલે જે લોકો સોસયલ મીડીયાનો ઉપયોગ નથી કરતા તેવા તમારા સગા સંબધી કે મિત્રને બીલની બાકી રકમ હોય તો ૧૭.૦૩.૨૦૨૬ (મંગળવાર) પહેલા ભરી દેવા જાણ કરવી.
* તારીખ-૧૭.૦૩.૨૦૨૬ (મંગળવાર) ના રોજ કપાયેલા વિજ જોડાણ તે જ દિવસે તાત્કાલીક ચાલુ કરવામાં આવશે નહી. વિજ જોડાણ કપાયા બાદ વિજ બીલની બાકી રકમ તથા રીકનેકશન ચાર્જ ભરપાઇ કર્યા બાદ જ રીકનેક્શન કરવામાં આવશે. જેથી વાંકાનેર ગ્રામ્ય પેટાવિભાગ-૧ હેઠળ આવતા તમામ ગ્રાહકોને વિનંતી કે આપના બીલની બાકી રહેતી રકમ તારીખ-૧૫.૦૩.૨૦૨૬ (રવિવાર) અને ૧૬.૦૩.૨૦૨૬ (સોમવાર) સુધી ભરપાઇ કરી આપશો.

Content Copying Forbidden !!

error: Content is protected !!