ધજારોહણ, દેગ ચઢાવવી તેમજ ભવ્ય લોકડાયરો યોજાશે
વાંકાનેર: તાલુકાના રૂપાવટી ગામ ખાતે શ્રી રામાપીરના મંદિર ખાતે આગામી ભાદરવા સુદ 10 ને તા. 2-9-2025 ને મંગળવારના રોજ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં તા. 2ના રોજ ધજા તેમજ દેગ ચડાવવામાં આવશે. આ ઉપરાંત રામામંડળની સાથે ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં સંતો મહંતોના સામૈયા કરાશે તેમજ મહાપ્રસાદનું આયોજન કરાયું છે. આ ધાર્મિક પ્રસંગે મહંત ભરતદાસજી મહારાજ શ્રી રઘુનાથજી મંદિર વાંકાનેર, શ્રી વિસામણબાપુની જગ્યા પાળીયાદ, મહંત દુર્ગાદાસજી મહારાજ લાલજી મહારાજની જગ્યા સાયલા, મહંત હરીરામ બાપુ સતરંગની જગ્યા તથા શ્રી રામદેવપીર મંદિર – રૂપાવટી સહિતના સંતો મહંતો મહોત્સવમાં ઉપસ્થિત રહેશે.

રાત્રિના ભવ્ય લોકડાયરામાં સેજલબેન ગોંડલીયા (ભજનીક), ઝોરૂભાઈ ડોડીયા (હાસ્ય કલાકાર), વર્ષાબેન તલસાણીયા (ભજનીક), રાજુભાઈ સાકરીયા (ભજનીક)સહિત નામી કલાકારો સુરાવલી રેલાવશે. તો આ ધાર્મિક પ્રસંગે ધર્મપ્રેમી પ્રજાજનોને શ્રી રામદેતપીરના દર્શન તથા મહાપ્રસાદનો લાભ લેવા પધારવા સમસ્ત રૂપાવટી ગ્રામજનો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.