કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

દેવ દિવાળીએ તુલસીજીના લગ્ન યોજાશે

ભાટિયા સોસાયટીમાં ભગવાન શાલિગ્રામ શ્રી વિષ્ણુ તથા ભગવતી શ્રી વૃંદા ( તુલસીજી ) ની સગાઈ તથા રૂપિયો નાળિયેર વિધિ થઈ સંપન્ન
ભગવતીને લગ્ન સમયે આપવાનો કરિયાવરનું આણું પાથરવામાં આવેલ, જેને નિહાળવા મહિલાઓ સહિત લોકો ઉમટી પડયા હતા

વાંકાનેર : સનાતન હિંદુ પરંપરા મુજબ દેવદિવાળીના પુણ્યકારક દિવસે, ‘શ્રી મહાકાલી મહિલા મંડળ’ (સત્સંગ હોલ, ભાટિયા સોસાયટી, વાંકાનેર) દ્વારા અતિ દિવ્ય ‘તુલસી-વિવાહ’ નું આયોજન કરવામાં આવેલ છે. ‘શ્રી ભૂરીયા હનુમાનજી મંદિર’ પરિસર, ભાટિયા સોસાયટી,

આજથી ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કાન, નાક, ગળાના સર્જન ડોકટર સેવા આપશે

વાંકાનેર ખાતે વિરાજિત શ્રી રઘુનાથજી મંદિરના ઠાકર ભગવાન શાલિગ્રામ શ્રી વિષ્ણુ ભગવતી શ્રી વૃંદા (તુલસીજી)ને પરણવા સંવત્ ૨૦૮૦ ના કારતક સુદ ૧૧, ગુરુવાર, તા. ૨૩-૧૧-૨૦૨૩ ના માંગલ્યમય દિને ગોધૂલીવેળાએ પધારશે. આ ભક્તિમય આયોજનનો ધર્મલાભ લેવા, દેવવિવાહ પ્રસંગે આશિષ મેળવવા તેમજ પરમાત્માનો મહાપ્રસાદ લેવા પધારવા હાર્દિક નિમંત્રણ આપવામાં આવેલ છે. સંપૂર્ણ શાસ્ત્રોકત રીતે થનાર આ ‘તુલસી-વિવાહ’ શાસ્ત્રીજી ગોપાલભાઈ પંડયાના આચાર્યપદે સંપન્ન થશે.


મંગલ હસ્ત-મેળાપ : તા. ૨૩-૧૧-૨૦૨૩, ગુરૂવારે, સાંજે ૬-૩૦ વાગ્યે.
સ્થળ : શ્રી મહાકાલી મહિલા મંડળ સત્સંગ હોલનું પ્રાંગણ, ભાટિયા સોસાયટી, વાંકાનેર
શ્રી-મહાપ્રસાદ : તા. ૨૩-૧૧-૨૦૨૩, ગુરૂવારે, રાત્રે ૮-૦૦ વાગ્યે.
સ્થળ : શ્રી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ભાટિયા સોસાયટી, વાંકાનેર
: નિમંત્રક : શ્રી મહાકાલી મહિલા મંડળ (સત્સંગ હોલ) મો. નં. : ૭૫૭૫૦ ૪૫૬૮૮, ૯૨૭૪૨ ૬૭૮૮૨, ૯૯૭૪૨ ૦૯૧૯૦

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!