છરીનો એક ઘા છાતીમાં મારતા બનેલ કરુણ બનાવ
મૃતકના પિતા સી.એન.જી.રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે
વાંકાનેર: દિવાળીના સપરમા દિવસે નવાપરામાં રહેતા વીશ વર્ષના યુવાનનું પાડોશમાં રહેતા પાંચ જણા સાથે ઝઘડો થયેલ હોય જેથી સમજાવવા માટે જતા નવાપરા વાસુકી દાદાના મંદીર સામે રોડ ઉપર યુવાનને છરીનો એક ઘા છાતીમાં ડાબી બાજુએ મારી ગંભીર ઇજા કરી મોત નિપજાવ્યાનો કરુણ બનાવ બનેલ છે….




જાણવા મળ્યા મુજબ નવાપરા-પંચાસર રોડ, મીટ્ટીકુલ કારખાનાની સામે રહેતા અને સી.એન.જી.રીક્ષા રજી નં.GJ-36-U-5573 નું ડ્રાઇવીંગ કરતા પ્રફુલભાઈ કેશુભાઈ કેરવાડીયા (ઉ.વ.૫૧) એ ફરીયાદમાં લખાવેલ છે કે ગઇ કાલ તા.૨૦/૧૦/૨૦૨૫ ના રાત્રીના મારો દિકરો ધ્રુવ વાળ કપાવા માટે જવાનુ કહી મારી પાસેથી ૧૦૦ રૂપીયા લઇ ઘરેથી નીકળેલ બાદ રાત્રીના બારેક વાગ્યે મારો ભત્રીજો શની પ્રવિણભાઇ કેરવાડીયાએ ધ્રુવને વાગી ગયાનું અને સારવાર માટે વાંકાનેર સરકારી દવાખાને લઇ ગયેલ છે તેવી વાત કરતા હું તથા તે અને કલ્પેશ બીપીનભાઇ કેરવાડીયા ત્રણેય જણા સરકારી દવાખાને ગયેલ અને જોયેલ તો મારા દિકરા ધ્રુવને પી.એમ.રૂમમાં રાખેલ હતો જેથી મેં ડોકટર સાહેબને પુછતા મરણ ગયેલ હોવાનુ જણાવેલ.





ધ્રુવને ડાબી બાજુ છાતીના ભાગે તીક્ષ્ણ હથીયારનો ઘા વાગેલ હતો બાદ મેં મારા દિકરા નયન તથા ત્યાં બીજા હાજર માણસોને બનાવ બાબતે પુછતા મારા દિકરા ધ્રુવના મિત્ર દિપક મનસુખભાઈ પરેચાએ જણાવેલ કે હું તથા ધ્રુવ બંને વાંકાનેર બજારમાં હતા ત્યારે ધ્રુવના મોબાઇલમાં નવાપરાના વિપુલ દિનેશભાઈ સાથલીયાનો ફોન આવેલ અને તેને કોઇએ માર મારેલ છે તું અહીં આવ તેવી વાત કરતા હું તથા ધ્રુવ ત્યાં જવા નિકળેલ




જકાતનાકાથી મારા મિત્ર કરણ જયેશભાઈ કુંભારને સાથે લીધેલ અને અમો ત્રણેય બારેક વાગ્યાના અરશામાં વાંકાનેર નવાપરા વાસુકી દાદાના મંદીર સામે રોડ ઉપર રોયલ સિરામીકની કટ પાસે પહોચતા ત્યાં (૧) સાહિલ દિનેશભાઇ વિંજવાડીયા રહે. નવાપરા વાસુકી મંદીર પાસે, વિહોત પાન (૨) રૂત્વીક જગદીશભાઇ કોળી રહે, નવાપરા, કન્યાશાળા વાળી શેરી (૩) અનીલ રમેશભાઇ કોળી (૪) વિશાલ સુરેશભાઈ વિંજવાડીયા રહે. નવાપરા, રામ મંદીર વાળી શેરી (૫) કાનો દેગામા રહે. વીશીપરા વાંકાનેર વાળા હાજર હતા, જેથી અમો તેને સમજાવવા જતા આ પાંચેય ગાળો દેવા લાગેલ અને ઝઘડો કરવા લાગેલ અને અમોને ઘેરી લીધેલ અને ધ્રુવને ઢીકાપાટુથી માર મારવા લાગેલ
વિશાલ તથા રૂત્વીક પાસે છરી હતી જેમાંથી વિશાલે છરીનો એક ઘા ધ્રુવને છાતીના ભાગે મારી દિધેલ અને ધ્રુવ નીચે પડી ગયેલ તેને લોહી નિકળવા લાગેલ અને તે દરમ્યાન મારા મિત્ર વિપુલ સાથલીયા, અરમાન સાથલીયા તથા દિવ્યેશ ઉર્ફે ભોલો ગુગડીયા આવી જતા આ લોકો તેના મોટર સાયકલ લઇ જતા રહેલ





બાદ વિપુલ સાથલીયા તથા કરણે ધ્રુવને કરણના મોટર સાયકલમાં વાંકાનેર સરકારી દવાખાને સારવારમાં લઇ ગયેલ હતા
મૃતક ધ્રુવ (ઉ.વ.૨૦ વર્ષ) ની માતાનું નામ જોષનાબેન, મોટો ભાઈ નયન (ઉ.વ. ૨૧) અને બધાથી નાની બહેન દેવીકા (ઉ.વ. ૧૪ વર્ષ) હોવાનું જાણવા મળેલ છે

પોલીસ ખાતાએ ગુનો ભારતીય ન્યાય સહિતા અધિનીયમ-૨૦૨૩૨૦૨૩ની કલમ-૧૦૩(૧), ૧૮૯(૨), ૧૮૯(૪), ૧૯૧(૨), ૧૯૧(૩), ૧ ૯૦, ૧૧૫(૨), ૩૫૨,૩(૫) તથા જી,પી,એકટ કલમ-૧૩૫ મુજબ અને જિલ્લા મેજી સા. મોરબીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરવાનો ગુનો ઉપરોક્ત પાંચેય જણા વિરુદ્ધ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…
