કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

નકલી ટોલનાકાકાંડમાં બે આરોપીઓ જેલહવાલે

દારૂ અને ટ્રાફિકના ગુન્હા

વાંકાનેર: વાંકાનેર મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસીયા નજીક સરકારી ટોલનાકાની સમાંતર સિરામિક ફેક્ટરીમાંથી બારોબાર રસ્તો કાઢી નકલી ટોલનાકું ચલાવવા પ્રકરણમાં લાંબા સમયગાળા બાદ ઝડપાયેલા બે આરોપીઓના રિમાન્ડ પુરા થતા કોર્ટના આદેશ મુજબ બન્નેને જેલહવાલે કરાયા છે.

મા. યાર્ડ વાંકાનેર બજારભાવ 10-11-2023

વાંકાનેર તાલુકાના વઘાસિયા ટોલનાકા નજીક આવેલ બંધ પડેલી વ્હાઈટ હાઉસ નામની સિરામિક ફેકટરીમાંથી બારોબાર વાહનો પસાર કરાવી ટોલનાકાની જેમ ટોલ વસુલવા પ્રકરણમાં ફેકટરી માલિક અને સીદસર ઉમિયાધામના અગ્રણી જેરામભાઈના પુત્ર અમરશીભાઈ જેરામભાઈ પટેલ, રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા અને યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા તેમજ અન્ય સંડોવાયેલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં એલસીબીએ આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાને ઝડપી લીધા બાદ 3 દિવસના રિમાન્ડ પુરા થતા આજે ફરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બન્ને આરોપીઓને જેલહવાલે કરવાનો આદેશ આપ્યો છે.

દારૂ અંગેના ગુન્હા:
(1) મિલ પ્લોટ સહકારી મંડળી પાછળ રહેતા મેરુનબેન અબ્દુલભાઇ જેડા પાસેથી 30 લીટર અને (2) સરતાનપર સીમમાં રહેતા વિજુબેન ઈભુભાઈ જખાણીયા પાસેથી 16 લીટર દેશી દારૂ મળી આવ્યો.
પીધેલ:
(1) વાંકાનેર દેના બેન્ક પાછળ રહેતા મેહુલ વિનયચંદ્ર મારુ (2) જીનપરા શેરી નં 12 માં રહેતા મહેશ ઉર્ફે મયલો બાબુભાઇ જખવારીયા અને (3) નવાપરાના કિશોર ઉર્ફે ટારઝન ખુશાલભાઈ સોલંકી પીધેલ પકડાયા.
ટ્રાફિક અંગેના ગુન્હા:
(1) રંગપરના અરવિંદ રાણાભાઇ ગોગીયા રીક્ષા ટ્રાફિકને અડચણરૂપ ઉભી રાખતા અને (2) સરધારકાના કમલેશ અરજણભાઈ ટોળીયા રીક્ષા પુરઝડપે ચલાવતા કાયદેસર કાર્યવાહી.

Content Copying Forbidden !!

error: Content is protected !!