કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વ્યાજ વટાવના કેસમા તલાટી મંત્રી સહિત બે આરોપીઓ ગિરફ્તાર

અમરસર ફાટક પાસેથી દબોચી લઈ આ ગુન્હામા સંડોવાયેલ કાર પણ રીકવર કર

વાંકાનેર : મોરબી જિલ્લામાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરી લોકનું જીવવું હરામ કરી દેનાર ચામડા તોડ વ્યાજખોરો સામે પોલીસ કાર્યવાહીની ઝુંબેશ ચાલી રહી હોય એ દરમિયાન વાંકાનેરમાં વધુ એક વ્યાજની પઠાણી ઉઘરાણી ફરિયાદ નોંધાતા વાંકાનેર સીટી પોલીસે આ વ્યાજ વટાવના કેસમા તલાટી મંત્રી સહિત બે આરોપીઓને ઝડપી લીધા હતા. 

મોરબી જીલ્લામાં વ્યાજખોરોના દુષણો અટકાવવા તેમજ વ્યાજ વટાવ ધારા હેઠળ નોંધાયેલ ફરીયાદના આરોપીની તાત્કાલીક ધરપકડ કરવા કડક સુચનાને પગલે વાંકાનેર પો.ઈન્સ કે,એમ છાસીયા તથા વાકાનેર સીટી પો.સ્ટેના સ્ટાફના માણસો કામગીરી માટે પ્રત્યનશીલ હોય દરમ્યાન ફરીયાદીની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે વ્યાજ વટાવ ધારા હેઠળની ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા સારૂ નાશી ગયેલ હોય અને પોલીસને ખાનગીરાહે હકીકત મળતા તલાટીકમ મંત્રી સહીત અન્ય એક આરોપીને અમરસર ફાટક પાસેથી દબોચી લઈ આ ગુન્હામા સંડોવાયેલ KIA કંપની કાર જેનો રજી.નંબર-GJ-01-KY-0302 ની રીકવર કરી બે આરોપીઓ એઝાજહુશેન મહમદ ઈકબાલભાઈ કાદરી,પ્રહલાદસિંહ બહાદુરસિંહ ચુડાસમા સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!