લગ્નની લાલચ આપી બદકામ કરવાને ઇરાદે ભગાડી જવાઈ હતી
વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ મથકની હદમાં બનેલા બે અલગ અલગ સગીરાઓના અપહરણના કેસમાં વાંકાનેર સર્કલ પોલીસ અને તાલુકા પોલીસ ટીમે સંયુક્ત કાર્યવાહી કરી બન્ને આરોપીઓને ઝડપી લઈ સગીરાઓને મુક્ત કરાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ મથકના વિસ્તારમાં બે અલગ અલગ સગીરાઓને લગ્નની લાલચ આપી બદકામ કરવાને ઇરાદે ભગાડી જવાના કિસ્સામાં વાંકાનેર સર્કલ પોલીસ અને તાલુકા પોલીસ ટીમે સંયુક્ત કાર્યવાહી કરી આરોપી લાલુ ઉર્ફે નરેન્દ્ર ચંદુભાઈ ચાવડા રહે. આંબેડકરનગર, થાનગઢ, સુરેન્દ્રનગર અને બીજી સગીરાનું અપહરણ કરનાર આરોપી ગોલુ ખુમસિંઘ બધેલ રહે.પીથમપુર, ધાર, મધ્યપ્રદેશ વાળાને હ્યુમન અને ટેક્નિકલ સોર્સની મદદથી ઝડપી લઈ સગીરાઓને મુક્ત કરાવી હતી.
આ કામગીરી વાંકાનેર સર્કલ પીઆઇ વી.પી.ગોલ, એએસઆઈ મયુરસિંહ, હેડ કોન્સ્ટેબલ રાજેશભાઇ, જયપાલસિંહ જાડેજા, વાંકાનેર તાલુકા પોલીસ મથકના મયુરધ્વજસિંહ જાડેજા, કોન્સ્ટેબલ જયદીપસિંહ જાડેજા અને મહિલા કોન્સ્ટેબલ હંસાબેન પાપોદરા સહિતના સ્ટાફે કરી હતી.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ