બે પકડાયા: એક નાસી ગયો
વાંકાનેર: તાલુકા પોલીસે વિરપર ગામની સીમમાં અલગ અલગ બે દરોડા પાડી દેશી દારૂની બે ચાલુ ભઠ્ઠી પકડી પાડી હતી. દરોડા દરમિયાન એક આરોપી પકડાઈ ગયો હતો જ્યારે બે આરોપીઓ નાસી જતા સવા લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી…
પ્રથમ દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે વિરપરથી ભીમગુડા ગામ જવાના રસ્તે ખરાબાની જગ્યામાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા આરોપી રાજેશ દિનેશભાઈ ડાંગરોચા (ઉ.20) રહે.વિરપર ગામ વાળાને ચાલુ ભઠ્ઠી સાથે ઝડપી લઈ ગરમ આથો 100 લીટર, ઠંડો આથો 1000 લીટર તેમજ 80 લીટર દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો મળી 49,200ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
જ્યારે બીજા દરોડામાં આ જ સ્થળ ઉપર પોલીસે દરોડો પાડતા આરોપી મહાદેવ દેવશીભાઈ કોળી રહે.વિરપર તેમજ એક અજાણ્યો શખ્સ પોલીસને જોઈ નાસી ગયા હતા. પોલીસે બનાવ સ્થળેથી ગરમ આથો 300 લીટર, ઠંડો આથો 1800 લીટર, દેશી દારૂ 90 લીટર તેમજ ભઠ્ઠીના સાધનો મળી કુલ 75,450નો મુદામાલ કબ્જે કરી નાસી ગયેલા બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી…