ટંકારાના એકટીવા ચાલકનું મરણ
ટંકારા: લતીપર ચોકડી પરનો ઓવરબ્રિજ ઉપર સામસામા બે એકટીવા ટકરાતા થયેલ અકસ્માતમાં ટંકારાના એક શખ્સનું મરણ નીપજેલ છે….
જાણવા મળ્યા મુજબ મયંકભાઇ લલીતભાઇ ભાલોડીયા (ઉવ.૨૨) રહે. મોરબી વેલકમ પ્રાઇડ સોસાયટી કિષ્ના સ્કુલ સામે રવાપર ધુનડા રોડ બ્લોક નં.સી-૧૦૨ તા.જી.મોરબી મુળ વતન- ઓટાળા તા.ટંકારા વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે ઓટાળા શ્રી ગાયત્રી સિમેન્ટ પાઈપ નામના કારખાનામા નોકરી કરું છુ, ગઇ તા.૦૯/૦૪/૨૫ ના રોજ મોરબીથી સવારના એકટીવા મોટર સાયકલ નં. GJ-36-AA-8974 વાળુ લઇને કારખાનાના કામે રાજકોટ જવા નીકળેલ હતો આ દરમ્યાન ટંકારા રાજકોટ જવાના રસ્તે લતીપર ચોકડી પરનો ઓવરબ્રિજ ઉપર મારી સામે રોંગ સાઇડમા એક એકટીવા મોટર સાયકલ નં. GJ 36 AM 5786 પુરઝડપે અને બેફિકરાઇથી ચલાવી આવી મારા એકટીવા મોટર સાયકલ સાથે ભટકાવી દેતા તે એકટીવા મોટર સાયકલ વાળો ચાલક રોડ ઉપર પડી ગયેલ હતો અને હું પણ રોડ ઉપર પડી ગયેલ હતો, જેમાં અમને બંનેને ઇજાઓ થયેલ હતી,
બે રાહદારી ભાઇઓ આવતા તેમાથી એક ટ્રેકટર વાળા ભાઈ મારી પાસે આવેલ જેનુ નામ ભરતભાઈ નમેરા હતુ અને બીજા ભાઈ આ રોગ સાઇડમા ચલાવનાર એકટીવા મોટર સાયકલ વાળા પાસે ગયેલ હતા અને એમને ૧૦૮ માં દવાખાને લઇ ગયેલ, મને પણ ઇજા થયેલ હોય જેથી હું ટંકારા વૈદ હોસ્પીટલ ખાતે સારવારમા ગયેલ, મે આ બનાવની વાત મારા કાકા રાજુભાઇને કરતા તેઓ તેમની ફોરવ્હીલ ગાડી લઇને આવેલ હતા મને ત્યાંથી વધુ સારવાર માટે મને ફોરવ્હીલ ગાડીમા બેસાડી રાજકોટ ખાનગી હોસ્પીટલ ખાતે લઇ ગયેલ હતા, મને જાણવા મળેલ કે આ મારી સાથે રોગ સાઇડમા આવી એકસીડન્ટ કરનાર ચાલકનું નામ અનવરભાઇ સીદિકભાઇ સરર્વદી રહે.ટંકારા વાળા હતા અને તેઓ સારવાર દરમ્યાન તા.૦૯/૦૪/૨૦૨૫ ના રોજ મરણ ગયેલ છે તેમ જાણવા મળેલ છે તો આ અનવરભાઇ સીદિકભાઇ સરર્વદી રહે.ટંકારા વાળા સામે ધોરણસરની ફરીયાદ છે…