ચોટીલા: મુળ વાંકાનેરના પરમાર કુટુંબનો યુવાન બાઈક લઈને દીકરીને દવાખાને લઇ જતો હતો ત્યારે અકસ્માત થતા અઢી વર્ષના દીકરાનું મોત નીપજ્યું છે અને અન્યો ચાર કુટુંબીજનોને ઇજા થતા દવાખાનામાં દાખલ થયા છે…
જાણવા મળ્યા મુજબ મુળ વાંકાનેરના પરમાર કુટુંબનો પચ્ચીસ વર્ષનો યુવાન અર્જુનભાઈ ગેલાભાઈ પરમાર હાલ ચોટીલાના જલારામ મંદીર સામે રહે છે. તેમની દિકરી આર્યાનાને દવાખાને બતાવવાનું હોઈ તેઓ પત્ની પુજાબેન, બહેન લતાબેન, 3 માસની દિકરી આર્યાના અને 2.5 વર્ષના દિકરા કોહીનુરને લઈને બાઈક પર ચોટીલા દવાખાને જતા હતા. ત્યારે ચોટીલા હાઈવે પર નાની મોલડી પાસે
એક ટ્રક ચાલકે બાઈકને ઠોકર મારી હતી. જેમાં કોહીનુર ટ્રકના સાઈડના ટાયરમાં આવી જતા મોત થયુ હતુ. જયારે અર્જુનભાઈ, પુજાબેન, લતાબેન, આર્યાનાને ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. બનાવની ટ્રક ચાલક સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઈ બી.એન.દીવાન ચલાવી રહ્યા છે….