વાંકાનેર: તાલુકાના મહીકા ગામે રાત્રીના બંધ દુકાનના તાળા ફંફોળતા શંકાસ્પદ હાલતમાં બે જણાને પોલીસ ખાતાએ પકડેલ છે…. જાણવા મળ્યા મુજબ મહીકા ગામેથી કોલેર વિજયભાઈ શીવાભાઈ ચાવડાએ ટેલીફોનથી વર્ધી લખાવેલ કે એક શંકાસ્પદ વ્યકતીને પકડીને મહીકા ગામે બેસાડેલ છે. પોલીસ મદદની જરૂર હોય પોલીસ મોકલો જે ટેલીફોન વર્ધીના આધારે પી.સી.આર. ઈન્ચાર્જ ભરતભાઈ બાવળીયાનાઓ મહીકા ગામે જતા ત્યા બે અજાણ્યા ઈસમો હાજર હતા,
જે બન્ને શેરીમા લપાતા છુપાતા રોડની સાઇડમાં આવેલ બંધ દુકાનના તાળા ફંફોળતા શંકાસ્પદ હાલતમાં જોવામાં આવેલ, મોડી રાત્રીના પોતાની હાજરી બાબતે પુછતા ગલ્લા તલ્લા કરી ફર્યુ ફર્યું બોલતા હોય કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોય તેમજ સાચુ નામ જણાવતા ન હોય જેથી મજકુર બન્ને ઈસમોને વારાફરતી વિશ્વાસમાં લઇ તેનું સાચુ નામ ઠામ પુછતા
નંબર (૧) નાઓએ પોતે પોતાનુ નામ લક્ષ્મણભાઈ ઉર્ફે કુમાર મનસુખભાઈ રાઠોડ (ઉ.વ.૧૯) અને નંબર (૨) પોતે પોતાનુ નામ કરણભાઈ કાળુભાઈ કોરડીયા (ઉ.વ.૨૧) રહે. બન્ને રંગપરનુ પાટીયુ તા.પડધરી જણાવેલ. આ બંને
કોઇ કોગ્નીઝેબલ ગુન્હો કરવાના ઇરાદે મળી આવતા જી.પી.એકટ કલમ-૧૨૨(સી) મુજબનો ગુન્હો અલગ અલગ એફઆઇઆરથી નોંધેલ છે…