કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમાડતા બે પકડાયા

ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમાડતા બે પકડાયા

મહીકા અને કુવાડવાના શખ્સો પીધેલ હાલતમાં વાહન ચલાવતા પકડાયા

વાંકાનેર: ભાટીયા સોસાયટીનો એક શખ્સ ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ચાલતી ટી-૨૦ ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમાડતા અને આ બાબતમાં વાંકાનેરના એક શખ્સ સામે મદદગારી કરવાના ગુન્હામાં તથા વાંકાનેર તાલુકાના મહીકા ગામે રહેતો એક શખ્સ જોધપર ગામ પાછળ નદી કાંઠે જાહેર રોડ ઉપર અને રાજકોટ તાલુકાના કુવાડવા ગામે રહેતો એક શખ્સ જીનપરા જકાત નાકા પાસે કેફી પ્રવાહી પીધેલ હાલતમાં વાહન ચલાવતા પકડાયેલ છે….
જાણવા મળ્યા મુજબ ભાટીયા સોસાયટી, મહાવીર સોસાયટી, જલારામ જીન પાસે રહેતા જાહીદભાઇ ઇસ્માઈલભાઈ મોબાઇલ ફોન ઉપર વાતચીત કરી ટી-20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ચાલતી ટી-૨૦ ક્રિકેટ મેચમાં હારજીત તથા રનફેર ઉપર રૂપિયાની હારજીતનો જુગાર રમાડતા અને મોબાઇલમાં કોલ હીસ્ટ્રી જોતા ડાયલ હિસ્ટ્રીમાં મોબાઇલ નંબર સલીમ વાંકાનેર વાળા હોવાનું ખુલેલ,

કોલ રેકોર્ડીંગમાં ૧૦-અવર ૭૦ રન થાય -૫૦૦૦/- રૂપીયા તથા ૨૦ અવર ૧૬૨ રન થાય ૧૪,૦ ૦૦- રૂપીયાના સોદાઓ જણાયેલ. આરોપી પાસેથી રોકડ રૂ.૨,૮૦૦/ તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦૦ મળી કુલ રૂ.૭,૮૦૦- ના મુદામાલ કબ્જે કરી ગુન્હો જુગારધારા કલમ ૧૨ મુજબ નોંધેલ છે, કાર્યવાહી વાંકાનેર સીટીના પો.કોન્સ. દર્શીતભાઈ ગીરીશભાઈ વ્યાસ, પો.હેડ કોન્સ વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા તથા પો.કોન્સ હિતેન્દ્રસિંહ મનુભા ઝાલા દ્વારા કરવામાં આવી હતી….
(1) વાંકાનેર તાલુકાના મહીકા ગામે રહેતા પરબતભાઈ રામુભાઈ જખાણીયા (ઉ.30) કેફીપીણું પીધેલ હાલતમાં પોતાના હવાલાવાળુ હોન્ડા કંપની નુટી સ્ટર મો.સા. રજીનંબર GJ-01-MG-6026, કી.રૂ.૧૦,૦૦૦/- વાળુ જોધપર ગામ પાછળ નદી કાંઠે જાહેર રોડ ઉપર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ ૧૮૫, ૧૮૧(૩) તથા પ્રોહિબીશન એક્ટ કલમ ૬૬(૧) બી મુજબ નોંધાયેલ છે….
(2) રાજકોટ તાલુકાના કુવાડવા ગામે રહેતા રિકેનભાઈ હસમુખભાઈ ગોહેલ (ઉ.24) મારૂતી સુઝુકી કંપનીની સ્વિફ્ટ ફોરવ્હિલ કાર રજી નંબ-GJ-03-NF-4330 વાળી જેની કી.રૂ.૩,૦૦,૦૦ ૦/- વાળી જીનપરા જકાત નાકા પાસે જાહેર રોડ ઉપર કેફી પ્રવાહી પીધેલ હાલતમા સર્પાકાર રીતે ચલાવી મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ.૧૮૫ તથા પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ નોંધાયેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!