સીટી સ્ટેશન રોડ ઉપરથી હસન અને સોહિલ નામના આરોપીઓ સામે કાર્યવાહી
વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે સીટી સ્ટેશન રોડ ઉપરથી હસન રફીકભાઈ રફાઈ અને સોહિલ બાબુભાઇ કટિયા નામના યુવાનને રૂપિયા 20 હજારની કિંમતના બાઈક ઉપર 30 લીટર દેશી દારૂની હેરફેર કરતા ઝડપ્યા છે.



સાથોસાથ દારૂ વેચાણના રોકડા 2200 સહિત રૂ.22,800ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા અને દારૂના આ ગોરખધંધામાં રહીમ રાયધનભાઈ મોવર તેમજ સિકંદર રાયધનભાઈ મોવરની સંડોવણી હોવાની કબૂલાત આપતા પોલીસે બન્નેને ફરાર જાહેર કરી ચારેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.