રૂ-૩૪,૯૦૦/નો મુદામાલ કબ્જે
વાંકાનેર: અહીં લક્ષ્મીપરા માતમ ચોક પાસે વર્લીફીચરના આંકડા લખતા બે જણાને કુલ કિ.રૂ-૩૪,૯૦૦/- ના મુદામાલ સાથે પોલીસ ખાતાએ પકડેલ છે…



જાણવા મળ્યા મુજબ હનીફભાઈ ગફારભાઈ રવાણી અને હાજીભાઈ ગફારભાઈ રવાણી રહે. બંને લક્ષ્મીપરા માતમ ચોક પાસે વાંકાનેર વાળાને લક્ષ્મીપરા માતમ ચોક પાસેથી જાહેર ખુલ્લી જગ્યામાં વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ-૧૦૦૦/- તથા રોકડા રૂગ,૩૩,૯૦૦/- મળી કુલ્લ કિ.રૂ-૩૪,૯૦૦/- ના મુદામાલ સાથે પોલીસ ખાતાએ પકડી ગુન્હો જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ નોંધેલ છે….
