વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે બે બાઈક અથડાતા એક વ્યક્તિ ઘાયલ થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ફરીયાદી વિશાલભાઇ અશ્વિનભાઇ ગોહેલ (ઉવ.૩૧ ધધો પેઇન્ટીગ કામ રહે. દીગ્વિજયનગર (પેડક) એ આરોપી મોટર સાયકલ નંબર GJ 36 AE 7848ના ચાલક સામે વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૭/૦૧/૨૦૨૩ ના રોજ સાંજના સાતેક વાગ્યાના સુમારે વાંકાનેર વઘાસીયા ટોલનાકા પાસે ને.હા.રોડ ઉપર આરોપી પોતાના હવાલા વાળુ મો.સા. નં. GJ 36 AE 7848વાળુ પુર ઝડપે અને ગફતલ ભરી રીતે ચલાવી ફરીયાદીના મો.સા.નં. જી.જે.૦૩ સી.એસ.૧૧૬૫ સાથે ભટકાડી ફરીયાદીને ડાબા પગે ફેકચરની ઇજા પહોંચાડી હતી.
