અમરાપર જીવાપરના કાચા રસ્તેથી દારૂ મળી આવ્યો
ટંકારા: ઓવરબ્રીજ નીચે ઉતરતા સ્પીડ બ્રેકર પાસે એક્સીડંટ થતા બે કારને ટ્રકે ઠોકર મારતા નુકશાન થયું છે.
બનાવ અંગે જાણવા મળ્યા મુજબ મીલનભાઈ રામજીભાઈ રાજપરા (ઉ.વ-૩૫) રહે-ખેવારીયા ગામ તા-જી-મોરબી વાળાએ ફરીયાદ કરી છે કે પોતે, એમના પિતા-રામજીભાઈ સંધાભાઈ રાજપરા તથા માતા- સરસ્વતીબેન તથા તેમની પત્ની રીટાબેન એમ સહકુટુંબ સારંગપુર દર્શન કરી અર્ટીગા ગાડી રજી નંબર
– GJ-36-AL-0253 મા ઘરે જતા હતા તે વખતે ટંકારા ઓવરબ્રીજ નીચે ઉતરતા સ્પીડ બ્રેકર હોય જેથી અર્ટીગા ગાડીની બ્રેક મારી સ્પીડ બ્રેકર પાસ કરતા તેવામાં એક ટાટા ટ્રક ધડાકાભેર ડાબી સાઈડ પર જતી એક સફેદ કલરની ફોર્ચ્યુનર ગાડીને ઠાઠામા ટક્કર મારી આ ટ્રક ફરિયાદીની અર્ટીગા ગાડીની ડાબી
સાઈડને હડફેટે લઇ ગાડીની ડાબી સાઈડના બંન્ને દરવાજા તથા આગળ પાછળના બમ્પર અને બંને વ્હીલમા નુકશાન થયેલ હતુ અને બીજી ફોર્ચ્યુનર ગાડી જોતા રજી નંબર- GJ-36-AL-4599 ના હતા જે ગાડીમા પાછળના ભાગનો કાંચ તુટી ગયેલ અને
પાછળની જમણી સાઈડની લાઈટ તથા બમ્પરમાં નુકશાન થયેલ હતુ જેથી ટાટા ટ્રક રજી નંબર-GJ-32-T-4648 ના ચાલક જેસીંગભાઈ દાસાભાઈ વાજા રહે-સુત્રાપાડા જી-જુનાગઢ વાળાની સામે ધોરણસર થવા ફરીયાદ થયેલ છે.
દારૂ સાથે:
અમરાપર જીવાપરના કાચા રસ્તેથી કાજલબેન રાહુલ બટુકભાઈ વાઘેલા અને મીતાણા પાણીના ટાંકા પાસેથી નીરુબેન ગોરધનભાઈ બચુભાઈ સાડમિયા દેશી દારૂ સાથે પકડાયા
ટ્રાફિક નિયમના ભંગ:
(1) વાલાસણના મુકેશ માનસિંગ ફૂલતરીયા અને (2) વાલાસણના જ વસંત બચુભાઈ ફૂલતરીયા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી