વાંકાનેર: સરતાનપર રોડ પર આવેલ અંકીત કીરાણા સ્ટોર સામે રોડ પર ચાલીને જતા બિહારી ઇસમના પેન્ટના નેફામાંથી એક ભારતીય પર પ્રાંત બનાવટની

કાચની ઇંગ્લીશ દારૂની બોટલ પોલીસ સ્ટાફે પકડેલ છે. ઈસમનું નામ અશોકકુમાર સાધુપ્રસાદ પટેલ અને હાલ લાલપર, વિશાલદીપ કોમ્પલેક્ષ રૂમ નં.૬૦ માં રહેતો હોવાનું જણાવેલ,

બોટલની કિંમત રૂ.૫૨૦/-ગણી કબ્જે કરેલ છે. આરોપીને પુછપરછ કરતા જણાવેલ કે, પકડાયેલ ઇંગ્લીશ દારૂની બોટલ મુકેશભાઈ મનસુખભાઈ દંતેસરીયા રહે.જામસર તા.વાંકાનેર વાળો આપી ગયેલ હતો
આથી બંને વિરુદ્ધ પ્રોહી.એકટ કલમ ૬૫(એ), ૧૧૬(બી), ૮૧ મુજબનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.

કાર્યવાહીમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ હરીશચંદ્રસિંહ અજમલસિંહ ઝાલા, પો.કોન્સ. સંજયસિંહ જાડેજા તથા લોકરક્ષક અજયસિંહ ઝાલા જોડાયેલ હતા.
બીજા બનાવની વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન તાલુકાની જામસર ચોકડી ખાતે મકતાનપર રોડ તરફથી આવતા એક શંકાસ્પદ ડબલ સવારી બાઈકને પોલીસે રોકી તલાશી લેતા બાઇક સવાર પાસેથી એક બોટલ વિદેશી દારૂની મળી આવી હતી, જેથી પોલીસે આ
બનાવમાં આરોપી બેચરભાઈ દાદુભાઇ સરાવાડીયા (ઉ.વ. ૨૨) અને વિક્રમભાઈ અરવિંદભાઈ ઉઘરેજા (ઉ.વ. ૨૦, રહે. બંને મકતાનપર)ની એક બોટલ વિદેશી દારૂ તથા બાઇક સહિત કુલ રૂ. 30,850ના મુદ્દામાલ સાથે અટકાયત કરી બંને સામે પ્રોહીબિશન એકટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સ્ટેશનેથી
દેશી દારૂ સાથે:
હસનપર શક્તિપરાના મોસીનભાઈ આદમભાઇ કટિયા પાસેથી દેશી દારૂ સાથે પકડાયો 
પીધેલ:
(1) આંબેડકરનગર શેરી નં 5 માં રહેતા રાહુલ ગોવિંદભાઇ ઝાલા (2) હસનપર શક્તિપરા શક્તિ માતાજીના મંદિર પાસે રહેતા કરમશી રવજીભાઈ વાઘેલા અને (3) નવાપરા પંચાસર રોડ મીટ્ટીકુલ પાસે રહેતા મુકેશ હેમંતભાઈ પરેચા પીધેલ પકડાયા છે

ટ્રાફિક નિયમના ભંગ:
મેસરિયાના અજિત ખીમજીભાઈ પરમાર સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો



