કોટડા નાયાણી અને માટેલ નજીક સિરામિકમાં બનેલી ઘટના
વાંકાનેર: તાલુકામાં ગળેફાંસો ખાઈ આપઘાતના બે બનાવો પોલીસ દફ્તરે નોંધાયા છે.
પહેલા બનવામાં કોટડા નાયાણી ગામની સીમમાં આવેલી પોતાની વાડીએ ઝાડ પર દોરડું બાંધી પ્રૌઢે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બીમારીથી કંટાળી જઇ તેમણે આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે તિરૂપતિ પાર્ક-૨ માં રહેતા સુરેશભાઈ મોહનભાઈ લીંબાસીયા (ઉ.વ ૫૩) નામના પ્રૌઢ ગઇકાલ સાંજે કોટડા નાયાણી ગામે આવેલી પોતાની વાડીએ હતા. ત્યારે
અહીં ઝાડ પર દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ થતા તેઓને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થયું હતું બનાવવાની જાણ થતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, સુરેશભાઈ ત્રણ ભાઈ ચાર બહેનના પરિવારમાં વચેટ હતા. ગઇકાલે તેઓ પોતાનો ફોન ઘરે મૂકી ચાલ્યા ગયા હતા બાદમાં પરિવારજનો તેમની શોધખોળ કરતા હતા દરમિયાન તેમણે ફાંસો ખાઈ લીધો હોવાની જાણ થઈ હતી. સુરેશભાઇએ બીમારીથી કંટાળી જઇ આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
બીજો બનાવમાં તાલુકાના માટેલ નજીક આવેલ સિરામિક ફેકટરીમાં રહેતા મધ્યપ્રદેશના વતની યુવાને તેના સાળાને ઉછીના પૈસા આપ્યા હોય જે પરત માંગતા યુવાનની પત્નીને પતિ સાથે બોલાચાલી થયા બાદ લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ બ્રાવેટ સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના દિનેશભાઇ વર્માએ તેના સાળાને હાથ ઉછીના પૈસા આપેલ હોય જે પરત માંગતા દિનેશભાઇને અને તેના પત્ની રાધાબેન વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ રાધાબેન દિનેશભાઇ વર્માને લાગી આવતા ખાટલની પાટી વડે પંખાના હુકમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.