લુણસર રાજસ્થળી રોડ પર અંધારામાં ભટકતો પકડાયો અને ટ્રાફિક નિયમોના ભંગ સબબ ચાર સામે કાર્યવાહી થઇ
વાંકાનેર: નવા રાજાવડલા કેનાલ પાસે કુવાડવા અને નવા રાજાવડલાના શખ્સોને જુગાર રમતા કુલ કિ.રૂ. ૨૦,૩૭૦/- ના મુદામાલ સાથે અને લુણસર રાજસ્થળી રોડ પર અંધારામાં ભટકતા એક શખ્સને તથા ટ્રાફિક નિયમોના ભંગ સબબ ચાર વાહન ચાલકો સામે પોલીસે કાર્યવાહી કરી છે…
જાણવા મળ્યા મુજબ (1) કાનજીભાઈ બાબુભાઇ રીબડીયા (ઉ.40) રહે.ગરબી ચોક કુવાડવા, તા. રાજકોટ અને (2) મહેશભાઈ હકાભાઈ ડાભી (ઉ.35) રહે.નવા રાજાવડલા કેનાલ પાસે બાવળિયાની ઓથમાં જાહેરમાં બેસી 
ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા તેમજ રોકડા રૂ. ૧૧,૩૭૦/- તથા મોબાઇલ નંગ-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦/- એમ કુલ કિ.રૂ. ૨૦,૩૭૦/- ના મુદામાલ સાથે મળી આવતા ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ નોંધાયો છે….
લુણસર રાજસ્થળી રોડ પર અંધારામાં
લુણસર રાજસ્થળી રોડ પર ધારિયા પરમારના સુરાપુરા ધામ પાસે મોડી રાત્રીના અંધારામાં મોઢે રૂમાલ બાંધી મંદિરના તાળા ફંફોસતા થાનગઢ તાલુકાના વીજળીયા ગામના વિજય ગોપાલભાઈ ડાભીને પોલીસે પકડેલ હતો….
ટ્રાફિક નિયમોના ભંગ સબબ કાર્યવાહી
(1) જોધપરના લાભુભાઈ મોનાભાઇ (2) જીનપરા અમરનાથ સોસાટીમા રહેતા સંજય નાજાભાઇ મુંધવા (3) લિંબાળાના અજય હસમુખભાઈ ભોરણીયા અને (4) લુણસરીયાના અલ્પેશ બાબુભાઇ ટોટા સામે ટ્રાફિક નિયમોના ભંગ સબબ પોલીસ કાર્યવાહી થઇ છે….
