જીનપરાનો શખ્સ કેફી પ્રવાહી પી ને બાઈક ચલાવતા પકડાયો
વાંકાનેર: ખોજાખાના શેરીમાં જુગાર રમતા રોકડા રૂપિયા 2500/ સાથે પોલીસ ખાતાએ બે શખ્સોને પકડેલ છે, બીજા બનાવમાં જીનપરા શેરી નં 13 માં રહેતા રહેતા શખ્સને હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કેફી પ્રવાહી પીધેલ હાલતમાં સર્પાકાર રીતે ચલાવતા ગુન્હો નોંધેલ છે….


જાણવા મળ્યા મુજબ (1) અકબરભાઈ મુસાભાઈ માજોઠી (ઉ.25) રહે. દીવાનપરા ચોક, કબ્રસ્તાનની બાજુમા, વાંકાનેર અને (2) તોફીકશા નજીરશા રફાઈ (ઉ.27) રહે. ખોજાખાના શેરી, આરબલતો, વાંકાનેર વાળાને ખોજાખાના શેરીમાં તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂપિયા 2500/ સાથે પોલીસ ખાતાએ પકડી ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ દાખલ કરેલ છે….

જીનપરાનો શખ્સ કેફી પ્રવાહી પી ને બાઈક ચલાવતા પકડાયો
બીજા બનાવમાં સાગર શામજીભાઇ સોલંકી રહે. જીનપરા શેરી નં 13, વાંકાનેર વાળાને હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી. નંબર-GJ-36-AS-0971 જેની કી.રૂ., ૨૫,૦૦૦/-વાળુ જીનપરા જકાત નાકા પાસે જાહેર રોડ ઉપર કેફી પ્રવાહી પીધેલ હાલતમાં સર્પાકાર રીતે ચલાવતા ગુન્હો એમ.વી.એકટ કલમ. ૧૮૫,૩-૧૮૧ તથા પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ નોંધી પોલીસખાતાએ આગળની કાર્યવાહી કરેલ છે….
