વાંકાનેર : વાંકાનેર તાલુકાના દલડી ગામથી કાશીપર ગામ તરફ જતા રોડ પર રેલ્વે ફાટક પાસેથી તાલુકા પોલીસ ટીમે દારૂ સાથે બે ઝડપી પડયા હતા.
જેઆરોપી મોહસીન ઉર્ફે મીતુલ આહમદભાઇ કટીયા, રહે.હશનપર, શક્તિપરા, રેલ્વે સ્ટેશન પાસે, જી.ઇ.બી. ના પાવર હાઉસ પાછળ, વાંકાનેર તેમજ જીતેન્દ્રભાઇ ભીમજીભાઇ રાઠોડ રહે. નવાપરા, ખડીપરા, વાંકાનેર વાળાને હીરો સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ નંબર GJ-36-AD-5598 કિંમત રૂપિયા 40 હજાર વાળા ઉપર 15 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 300ની હેરાફેરી કરતા રંગે હાથ ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી હતી.