વાંકાનેર: અહીં બે શખ્સો સામે વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર અંગે પોલીસ ખાતાએ કાર્યવાહી કરી છે…
જાણવા મળ્યા મુજબ સીટી સ્ટેશન પાસે વાંકાનેર રહેતા (1) ફીરોજભાઈ મુસાભાઈ માંજોઠીયા (ઉ.38) ને જાહેર ખુલ્લી જગ્યામાં અમરસિંહજી હાઈસ્કૂલ પાસેથી નસીબ આધારીત વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા રોકડા રૂા. ૯૧૦/-ના મુદ્દામાલ સાથે અને
(2) નવાપરામાં રહેતા રામજી મનજીભાઇ ગાંગરોસાને જાહેર ખુલ્લી જગ્યામાં અમરસિંહજી હાઈસ્કૂલ પાસે નાલા નજીકથી નસીબ આધારીત વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા રોકડા રૂા. ૧૧૧૦/-ના મુદ્દામાલ સાથે પકડી ગુન્હો જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ નોંધેલ છે….