પેરોલફર્લો સ્કોડ મોરબીની કાર્યવાહી
વાંકાનેર: મીલ પ્લોટ વિસ્તારમાંથી વર્લીફીચરના આંકડા લખતા પેરોલફર્લો સ્કોડ મોરબીએ પકડી કાર્યવાહી કરેલ છે…


જાણવા મળ્યા મુજબ વાંકાનેર મીલ પ્લોટમાં રહેતા જીતેન્દ્રભાઈ ગોરઘનભાઈ નગવાડીયા (ઉ.35) વાળાને મિલ પ્લોટ ચોકમાં જાહેરમાં વર્લીફીચરના આંકડા લખી જુગાર રમાડતા રોકડ રૂ.૧૨૫૦/ ના મુદામાલ સાથે મળી આવતા ગુનો નોંધાયો છે….


બીજા બનાવમાં વાંકાનેર મીલ પ્લોટમાં રહેતા ફિરોઝભાઈ હશનભાઈ કટીયા (ઉ. 42) ને વિસીપરા ચોકમાં વર્લીફીચરના આંકડા લખી જુગાર રમી રમાડતા રૂ. ૧૪૫૦/ ના મુદામાલ સાથે મળી આવતા ગુનો નોંધાયો છે
બંને સામે જુગારધારા કલમ ૧૨-અ મુજબ પેરોલફર્લો સ્કોડ મોરબીએ કાર્યવાહી કરેલ છે…

