તરણેતર મેળામાં જનારા સાવધાન !
કળા કરતી ગેંગ મેળામાં સક્રિય હોવાની શંકા
રાજકોટ: તરણેતરના મેળામાં ઝેરી પદાર્થ સુંઘાડી, ખવડાવી કે પીવડાવી મતા તફડાવી લેવાનું કારસ્તાન સામે આવ્યું છે. બે વૃદ્ધને રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. કળા કરતી ગેંગ મેળામાં સક્રિય હોવાની શંકા છે. બંને વૃદ્ધ બેભાન હાલતમાં છે. જેથી શું થયું તે કંઈ બોલી શકતા નથી. પરિવારજનોને જાણ થતા રાજકોટ દોડી આવ્યા હતા.

આ અંગે મળતી માહિતી મુજબ, દેવાભાઈ રાજસીભાઈ વરવારીયા (ઉંમર વર્ષ 65, રહે. મેવાસા ગામ તાલુકો કલ્યાણપુર જીલ્લો દ્વારકા) ગઈ કાલે સાંજે 5 વાગ્યા આસપાસ પોતે તરણેતરના મેળામાં થાનગઢ ખાતે હતા. ત્યારે 

કોઈ કારણોસર બેભાન થઈ ગયા હતા તેઓને પ્રથમ થાનગઢ સરકારી હોસ્પિટલ બાદ ગઈકાલે રાત્રે 10 વાગ્યા આસપાસ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દેવાભાઈ ના પરિવારજનો એ જણાવ્યું કે, દેવાભાઈ એ પોતાના બંને ખાનમાં ત્રણ તોલાના ઠોરીયા પહેર્યા હતા જે હાલ મળી આવેલ નથી. બીજા એક બનાવમાં 

કાનાભાઈ રમુભાઈ ભરવાડ (ઉંમર વર્ષ 50, રહે. દાતિસણ ગામ, તાલુકો શંખેશ્વર, જિલ્લો પાટણ) આજે સવારે 8:00 વાગ્યા આસપાસ પોતે તરણેતરના મેળામાં હતા ત્યારે અચાનક બેભાન થઈ ગયા હતા તેને થાનગઢ સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેઓના કાને પણ પહેરેલું એક તોડ્યું મળી આવ્યું નહોતું અને રોકડ રકમ પણ મળી આવી નહોતી.

